સંશોધન માટેનું સૌપ્રથમ ઉપગ્રહ લોન્ચ કર્યું
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ પણ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવી… સૂર્યના સંશોધન માટેની ચીનની પહેલ વિશિષ્ટ ઉપગ્રહનું કર્યું લોન્ચિંગ સૂર્યની પ્રક્રિયાના ભેદ ખોલવાના પ્રયાસો
અબતક, રાજકોટ
વિશ્વમાં હવે વેપાર ઉદ્યોગ અને આર્થિક હરીફાઈના સાથે સાથે શરૂ થયેલી ટેકનોલોજી વોરમાં અને અવકાશ સંશોધનમાં અત્યાર સુધી જાપાન અને રશિયા નો દબદબો હતો પછી અમેરિકાએ કાઠું કાઢ્યું છે ભારત પણ અવકાશ સંશોધનમાં મહાસત્તાઓને હંફાવી રહ્યું છે ત્યારે ચીન પણ હવે અવકાશ સંશોધનમાં કોઈનાથી પાછળ રહેવા માંગતું ન હોય તેમ ક્યારે સૌપ્રથમવાર સૂર્યના સંશોધન માટેના પ્રયાસોમાં ચીને પોતાનું નામ નોંધાવ્યું છે.
અવકાશ સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા હવે સૂર્ય પર નજર માંડવામાં આવી ચીન સૌથી આગળ નીકળી ગયું હોય તેમ હોય તેમ ગુરુવારે ચીને સૌ પ્રથમવાર સૂર્ય ના સંશોધન માટેનું ઉપગ્રહ સેન્ઝી સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટર ઉત્તર સેનજી વિસ્તારમાંથી લોન્ચ કરીને એક નવો ઇતિહાસ રચ્યો હતો અત્યાર સુધી સૂર્ય ના સંશોધનના પરયાસમાં વિજ્ઞાને એક સલામત અંતર રાખ્યું છે ચીન દ્વારા સૌપ્રથમવાર સૂર્યની ગતિ વિધિઓની માહિતી આપતું દ્વારા લોગ રેન્જ ટુડી રોકેટ પ્રણાલી સાથે અવકાશમાં તરતું મૂકવામાં આવ્યું હતું.
10 નાના નાના ઉપગ્રહો સાથેના આ પ્રયાસોમાં ચીન દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ ઉપગ્રહ થી સતતપણે સૂર્ય ઉર્જા અને ખાસ કરીને સૂર્યની ગતિ વિધિઓ પર નિરીક્ષણ રાખીને તેની જરૂરી માહિતીઓ મોકલવામાં આવશે ચીન દ્વારા રૂમ માર્ચ કેરિયર રોકેટ શૃંખલા ની 391 માં ફેરામાં ગઈકાલે સૂર્યની પરિભ્રમણ કક્ષા થી દુર તે દિશામાં ફોકસ રાખીને વિગતો મોકલનાર ઉન સેટેલાઈટ લોન્ચ કર્યું હતું ચીનનું સૂર્ય ની ગતિવિધિઓ ની માહિતી આપતું ઉપગ્રહ અંતરીક્ષમાં તરતુ મૂકીને ચીને વિશ્વના વૈજ્ઞાનિકો માટે સૂર્યના અભ્યાસનો એક નવો રસ્તો ખુલ્યો છે ચીનમાં વૈજ્ઞાનિકો દ્વારા કૃત્રિમ સૂર્ય બનાવવાનું બધાઈ ચૂક્યો છે હવે ચિંતા સૌપ્રથમવાર સૂર્યની ગતિ વિધિઓ નું અવલોકન કરવાનું અભિયાન શરૂ સચિન સૌથી આગળ નીકળી જવા પામ્યું છે આવનારા સમયમાં હવે જ્યારે વૈકલ્પિક ઉર્જા માં સોલાર એનર્જીનો પ્રભાવ વધવાનો છે ત્યારે સૂર્ય સંબંધી સંશોધનો મહત્વનું છે ત્યારે ચીન દ્વારા શરૂ કરવામાં આવેલી સૂર્ય આ પહેલ સોલાર એનર્જી ક્ષેત્રે માટે પણ એક નવી દિશા બનશે.