શ્રીલંકા, નેપાળ કે પાકિસ્તાન સહિતની નાના-જરૂરીયાતમંદ દેશોને વગર વ્યાજે મોટી ર્આકિ સહાય ફાળવી દેવાના બોજ હેઠળ દબાવવાની ચીનની નીતિ: લોન ભરપાઈ ન કરી શકનાર દેશ પાસેથી બંદર કે હવાઈ અડ્ડા લાંબાગાળા માટે લીઝ પર મનમાની કરવાનો હકંડો

ચીનની સામ્યવાદી નીતિનો ભરડો હવે વિશ્ર્વને અનુભવવા લાગ્યો છે. ચીને બહોળા પ્રમાણમાં નાના દેશોને આર્થિક સહાય કરી દેવાદાર બનાવી પોર્ટ કબજે કરવાના ષડયંત્ર ઘડયા છે. જેનો પ્રારંભીક શિકાર શ્રીલંકા બની ગયું છે.

વિગતોનુસાર શ્રીલંકાને મોટાપાયે આર્થિક સહાય કરી ચીને પ્રથમ દેવાદાર બનાવ્યા બાદ હવે પોર્ટને હસ્તગત કરવા પેંતરો કર્યો છે. શ્રીલંકા ભારતનું પારંપરિક મીત્ર ઉપરાંત સૌથી નજીકના પડોશી દેશો પૈકીનો એક દેશ છે માટે ચીને શ્રીલંકા સાથે કરેલો દગો ભારત માટે ચિંતાનો વિષય બની ગયો છે.

ચીને ૮ વર્ષ પહેલા શ્રીલંકાને ૬૫૦૦ કરોડની ર્આકિ સહાય કરી હતી. આ રકમ શ્રીલંકાએ પોર્ટના વિકાસમાં વાપરી હતી. જો કે, ત્યારબાદ રકમના હપ્તા શ્રીલંકા ચુકી જતાં ચીને પોર્ટને ૯૯ વર્ષ માટે લીઝ ઉપર લેવાનો દાવ ખેલ્યો હતો જેમાં શ્રીલંકા ફસાઈ ગયું છે. શ્રીલંકા મોટી રકમ ચૂકવી શકે તેમ નથી. પરિણામે ચીનને પોર્ટ હસ્તગત કરવું પડયું છે. શ્રીલંકાના આ હંબાનટોટા બંદર ચીનના હામાં ચાલ્યું જતાં માત્ર ભારતને જ નહીં સીંગાપોર, મલેશીયા અને મિડલ ઈસ્ટના અન્ય દેશોને પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ચીને બ્રિટનની તર્જ ઉપર આફ્રિકા અને એશિયા તેમજ યુરોપના ઘણા દેશોમાં વેપારના નામે વન વેલ્ટ વન રૂટ વિકસાવી સામ્રાજયવાદી નીતિને આગળ ધપાવવાનો દાવ ખેલ્યો છે. અગાઉ બ્રિટને આવી રીતે અનેક દેશો ઉપર સામ્રાજય જમાવ્યું હતું. ચીન પણ બ્રિટનની જેમ ગરીબ કે નાના દેશમાં વેપાર-વાણીજય માટે ઘુસપેઠ કરી તેના રાજકારણ તેમજ ર્અતંત્રમાં પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે. પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાન, મલેશીયા, સીંગાપોર સહિતના દેશો ચીનની આ કુટનીતિનો શિકાર બની ચુકયા છે. માટે ચીને શ્રીલંકામાં કરેલો અટકચાળો વૈશ્ર્વિક સમુદાય માટે ચિંતાનો વિષય છે.

તાજેતરમાં જ ચીનના સર્વેસર્વા સી.જીનપીંગને આજીવન સત્તા ભોગવવાનું લાયસન્સ ચીને આપી દીધા બાદ હવે લોકો સમક્ષ ચીનની સામ્યવાદી નીતિ ખુલ્લુ પડી ગઈ છે. શ્રીલંકાના સનિક વેપાર ઉપર ચીનના સામાનની ઘેરી અસર જોવા મળી રહી છે. ચીનના ષડયંત્રમાં ફસાયેલા શ્રીલંકા સરકાર જાગી છે અને ચીનને આ પોર્ટનો ઉપયોગ સૈન્ય અડ્ડા તરીકે ન કરવાની શિખામણ આપી છે.

ચીને છેલ્લા એક દશકામાં પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ સહિતના નાના દેશ જરૂરીયાતમંદ દેશોમાં મોટાપાયે નાણા ઠાલવ્યા છે. વગર વ્યાજે લોન આપી આ દેશોને દેવાદાર બનાવવાનો પ્રયાસ ચીનનો છે. પ્રારંભીક તબકકે વગર વ્યાજની લોન લેવામાં નાના દેશો અચકાતા નથી પરંતુ ચીનને લોન પરત કરવામાં આ દેશોના જીવ તાળવે ચોંટી જાય છે. મોટી રકમ હોવાના કારણે નાના દેશોના ર્અતંત્ર આવી રકમ નિશ્ર્ચિત સમયમાં ભરપાઈ કરી શકતા નથી. પરિણામે ચીન જે તે દેશના બંદર કે હવાઈ અડ્ડાને લીઝ પર લેવાની દરખાસ્ત મુકે છે જેનો નાછૂટકે નાના દેશોએ સ્વીકાર કરવો પડે છે. આવી રીતે ચીન પોતાની સામ્યવાદી નીતિને સફળ બનાવી રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.