ગુજરાતીઓમાં દ્વારકા યાત્રાધામ પસંદગીનું પીલગ્રીમ સેન્ટર બનતું જોવા મળી રહ્યું છે
હાલના નાતાલની શરુ થયેલી સીઝનમાં યાત્રાળુઓનો પ્રવાહ દેશ ગુજરાતમાંથી યાત્રાધામ દ્વારકા તરફ ફંટાયો હોય યાત્રાધામમાં ભાવિકો તેમજ સહેલાણીઓનો જબરદસ્ત ટ્રાફીક જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશ જગતમંદીર પાસેના પાર્કીંગ વિસ્તાર તેમજ દ્વારકાની તમામ હોટેલ ગેસ્ટ હાઉસ હાઉસફુલ હોય સમગ્ર દ્વારકાના પાર્કીંગ વિસ્તારોમાં ગાડીઓની કતારો જોવા મળી રહી છે.
દ્વારકા એ ભારતનું પ્રમુખ યાત્રાધામ હોવાની સાથે સાથે છેલ્લા દાયકામાં ટુરીઝમ ક્ષેત્રે વિકાસને લીધે તેમજ વિશાળ રમણીક દરિયા કિનારો તેમજ ધાર્મિક સ્થળો તેમજ કુદરતી સૌદર્યને લીધે યાત્રાળુ ઓ તેમજ સહેલાણીઓનો સંગમ એકસાથે જોવા મળી રહ્યો છે. આ સાથે ભારતના પશ્ચીમી છેવાડાના સ્થળ હોય સનસેટનો લહાવો પણ અહી લેવા જેવો હોય દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતીઓમાં દ્વારકા યાત્રાધામ પસંદગીનું પીલગ્રીમ સેન્ટર બનું જોવા મળી રહ્યું છે.