નેપાળ, ભુતાન, મોરેશીયસ અને બાંગ્લાદેશ સહિતના મીત્રોથી ભારતને વિખુટુ પાડવા નાપાક પાકિસ્તાનનો સહારો લેતુ ચીન

ભારતને પાડોશી દેશોથી એકલા પાડી દેવાની કુટનીતિ ડ્રેગનને ફાવી ગઈ છે. છેલ્લા દશકામાં ભારતને નેપાળ, બાંગ્લાદેશ, મોરેશીયસ અને ભુતાન સહિતના દેશોી એકલા પાડવા માટે ચીને ઘણા પ્રયાસો કર્યા છે. જેમાં તેને બહોળા પ્રમાણમાં સફળતા પણ મળી ગઈ છે. તાજેતરમાં નેપાળે પોતાના મોટા કોન્ટ્રાકટ ચીનની કંપનીઓને ધરી દીધા છે. આવી જ રીતે મોરેશીયસમાં રાજકીય માાકૂટમાં પણ ચીને ચાલાકી કરી ભારતને અળગુ રાખ્યું છે.

ડોકલામનો વિવાદ ભારતને ભૂતાની અલગ કરવા માટે જ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. આ ઉપરાંત ર્નોથ ઈસ્ટના રાજયોમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધારી આ પ્રાંતોને વિખુટા પાડવાનું ષડયંત્ર ચીને પાકિસ્તાનની મદદી ઘડયું છે. આ મામલે ભારતીય સૈન્યના જનરલ બીપીન રાવતે પણ અનેક વિગતો આપી છે.

આસામમાં બદરુદીન અજમલ સંચાલીત ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટીક ફંડના ઝડપી ફેલાવા મામલે આર્મી ચીફે ચેતવણી આપી છે. આસામના કેટલાક જિલ્લામાં મુસ્લીમોની વસ્તી વધી રહી હોવાનું પણ નોંધાવામાં આવ્યું છે. ભાજપ ઘણા સમયી આસામમાં વિકાસ કરી રહ્યો હતો જો કે ભાજપના વિકાસી ઝડપી એઆઈયુડીએફનો વિકાસ રહ્યો છે. એકંદરે પ્રોકસી ગેમના ભાગરૂપે પાકિસ્તાનની મદદી ચીન ર્નો ઈસ્ટના રાજયોમાં બાંગ્લાદેશીઓની ઘુસણખોરી કરાવી રહ્યું છે.

ર્નો ઈસ્ટના રાજયોમાં બાંગ્લાદેશીઓની ઘુસણખોરીનો ખેલ પાડયાની સો જ ચીને ભારતના પાડોશીઓમાં પણ ભારત પ્રત્યે ઝેર ઓકવાનું ચાલુ રાખ્યું છે. ચીનની કુટનીતિ પૈસા અને સૈન્યના જોરે ચાલી રહી છે. સામ, દામ, દંડ, ભેદ અપનાવી ચીને ભારતને પારંપરીક મીત્ર ગણાતા નેપાળી દૂર કર્યું છે. આ ઉપરાંત મોરેશીયસને પણ દૂર રાખવાનો પ્રયાસ મહદઅંશે સફળ બનાવ્યો છે.

ભારત અને ભૂતાનની વર્ષો જૂની મિત્રતાને દોકલામ વિવાદી તોડવાનો પ્રયાસ ચીને કર્યો છે. દોકલામને સીમા વિવાદ ગણાવી ભૂતાનને દબાવવા માટે ચીને ઘણા પ્રયાસો કર્યા હતા. જો કે ભારતે વિવાદમાં કુદી પડતા મામલો શાંત પડયો હતો. જો કે ચીનની ગણતરી એવી હતી કે, ભૂતાનને દબડાવવાી ભારત વિવાદમાં કુદી પડશે ત્યારબાદ ભારતને ચીત કરી ભુતાનને અલગ પાડવાનો પ્રયાસ શે. પરંતુ ભારતની અડગતાને કારણે ચીનને આ કારી ફાવી નહીં અને બંને વચ્ચે સંબંધો અકબંધ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.