ભારતના ઉડ્ડયન ક્ષેત્રના ઇતિહાસમાં ઐતિહાસિક અઘ્યાય શરૂ થવા જઇ રહ્યો છે: સુરેશ પ્રભુ
દેશભરમાં હવે ડોમેસ્ટિક ઉપયોગ માટે પણ ડ્રોન ઉઠાડવાને મંજુરી મળી ગઇ છે. ડિસેમ્બર માસથી સમગ્ર દેશમાં ડ્રોન ઉડાડી શકાશે પરંતુ
આ સાથે ચોકકસ પ્રકારના નિયમો પણ પાળવા પડશે. જી હા, ઉડ્ડયન મંત્રાલય દ્વારા અમુક નિયમોની સાથે ડ્રોન ઉડાડવાને મંજુરી અપાઇ છે. અને આને લઇ રિમોટલી પાઇલેટેડ એરડ્રાફટ સિસ્ટમ માટે નિયમાવલી તૈયાર કરવામાં આવી છે. જેમાં એસસ્પેશને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જયારે ડ્રોનને પાંચ કેટેગરીમાં વહેચાયા છે. જેને આધીન રહીને ડ્રોનનો ઉ૫યોગ કહી શકાશે. અને ર કિલોથી વધુ વજન વાળા ડ્રોનને ઉડાડવા માટે લાયસન્સ ફરજીયાત લેવું પડશે.
નાગરીક ઉડ્ડયનમંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, ભારતના ઉડ્ડયન ક્ષેત્રના ઇતિહાસમાં ઐતિહાસિક અઘ્યાય શરુ થવા જઇ રહ્યો છે. ડ્રોનના ડોમેસ્ટિક ઉપયોગને મંજુરી મળવાથી ભારતીય ડ્રોન ઇન્ડસ્ટ્રીને પણ પ્રોત્સાહન મળશે.
જણાવી દઇએ કે અત્યાર સુધી સુરક્ષાના કારણે હેઠળ ડીજીસીએ દ્વારા ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો હતો પરંતુ હવે તે હટી જતાં કોમર્શીયલ ક્ષેત્રે ઉપયોગ કરી શકાશે. ચીજવસ્તુઓ મંગાવવી કે પહોચાડવી અથવા કોઇ પેકેજ કે પાર્સલ મેળવવા માટે પણ ડ્રોન મદદરુપ થશે આ ઉપરાંત કૃષિ સર્વે અને કુદરતી આપત્તિઓમાં પણ ડ્રોનનો સકારાત્મક ઉપયોગ કરી શકાશે.
એરસ્પેશના ત્રણ ભાગ
યલો ઝોન: યલો ઝોન કે જયાં મંજુરી બાદ જ ડ્રોન ઉડાડી શકાશે.
રેડઝોન: ડ્રોન ઉડાડવા માટે એરપોર્ટ, આંતરરાષ્ટ્રીય બોર્ડર, દિલ્હીનો વિજય ચોક, રાજયોના સચિવાલય અને સુરક્ષા સાથે સંબંધીત અન્ય સ્થળોને રેડ ઝોનમાં સમાવી લેવાયા છે કે જયા ડ્રોન ઉડાડી શકાશે નહિ.
ડ્રોનને પાંચ કેટેગરીમાં વહેચાય!
કેટેગરી | વજન |
નેનો ડ્રોન | ૨૫૦ ગ્રામ |
માઇક્રો ડ્રોન | ૫૦૦ ગ્રામ થી ર કિલો |
મિની ડ્રોન | ર કિલો થી રપ કિલો (મંજુરી જરૂરી) |
સ્મલો ડ્રોન | રપ કિલો થી ૧પ૦ કિલો (મંજુરી જરૂરી) |
લાર્જ ડ્રોન | ૧પ૦ કિલો થી વધુ (મંજુરી જરૂરી) |