જિલ્લા બેંકમાં ચુંટણીમાં સમાધાનકારી વલણ અપનાવવા બદલ સોપાયું મહત્વનું પદ
રાજકોટ જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘમાં ડો.યજ્ઞેશ જોષીની ડિરેકટર તરીકે વરણી થઈ છે. અગાઉ જિલ્લા બેન્કમાં તેઓએ સમાધાનકારી વલણ અપનાવ્યું હોય જેના બદલામાં તેઓને આ મહત્વનું પદ સોંપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીના હોમટાઉનમાં સહકાર ક્ષેત્રની ચુંટણીઓ બિનહરીફ કરવાના તનતોડ પ્રયાસો કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે જિલ્લા બેન્કની ચુંટણી બિનહરીફ થઈ હતી જેમાં મુખ્ય ફાળો જયેશભાઈ રાદડિયાનો રહ્યો હતો. આ ચુંટણીમાં ડો.યજ્ઞેશ જોષીએ પણ ઝંપલાવ્યું હતું પરંતુ સહકાર ક્ષેત્રમાં હળીમળીને ખેડુતોનો વિકાસ કરવાની ભાવનાથી તેઓએ સમાધાનકારી વલણ અપનાવી પોતાની દાવેદારી ત્યાગી હતી. તેઓના આ સમાધાનકારી વલણનું હવે ફળ મળ્યું છે. રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની મીટીંગ રાજકોટ જીલ્લા બેન્કના પૂર્વ ડાયરેકટર તરીકે કોંગ્રેસી આગેવાન પ્રિ.ડી.યજ્ઞેશભાઈ એમ.જોશીની સંઘના ડાયરેકટર તરીકે વરણી કરવામાં આવી છે.
ડો.યજ્ઞેશ જોષી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ સિન્ડીકેટ સભ્ય છે. તેમજ રાજકોટ જીલ્લા સહકારી બેન્કના ૬ ટર્મ સુધી ડાયરેકટર રહ્યા છે. યજ્ઞેશ જોશીની રાજકોટ જીલ્લા ખરીદ વેચાણ સંઘમાં ડાયરેકટર તરીકે વરણી થતા રાજકોટ જીલ્લા બેન્કના ચેરમેન અને કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, ઘનશ્યામભાઈ ખાટરીયા, મગનભાઈ ધોણીયા, પ્રદિપભાઈ ત્રિવેદી, જોરૂભા ખાચર, ડો.રાજેશ ત્રિવેદી વગેરે સહકારી આગેવાનોએ અભિનંદન પાઠવી જોશીની નિમણુકને આવકારી છે.