કોરોના સંક્રમણ દરમિયાન પણ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં મારવાડી યુનિવર્સીટીએ ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની કાળજી લીધી હતી. કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ત્યારબાદ ક્રમશ: વર્ગખંડ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ શુભ શરૂઆતની સાથે જ નવા વાઇસ ચાન્સેલર તરીકે ડો. સંદીપ સંચેતીની નિયુક્તિ યુનિવર્સીટીમાં એક નવીજ ઉર્જાનો સંચાર કરશે.

ડો. સંદીપ સંચેતીએ બેલ્ફાસ્ટની કવીન્સ યુનિવર્સીટી, યુકે માંથી પીએચડી કરેલ છે તથા એસઆરએમ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ચેન્નઇ ખાતે વાઇસ-ચાન્સેલર તરીકે ફરજ બજાવેલ છે.

શિક્ષણજગતમાં એક ઉમદા નામ ધરાવતા ડો સંચેતી મનિપાલ યુનિવસીર્ટી જયપુરના પ્રેસીડન્ટ રહી ચુકયા છે. એક બોદ્ધિક આર્ષદ્રષ્ટા તરીકે તેઓએ એનઆઇટીકે સુરુથકાલ, એનઆઇટી ન્યુ દિલ્હી-ડાયરેકટર, એનઆઇટી તિરુચિરાપલ્લી એનઆઇટી કલીકટ, સ્કુલ ઓફ પ્લાનિંગ એન્ડ આકીટેકચરના ડાયરેકટ ઇન-ચાર્જ એનઆઇટી ગોવા, એનઆઇટી પોંડીચેરી, તથા એનઆઇટી સિક્કિમ મેન્ટર-ડાયેકટર તરીકે સેવાઓ આપેલ છે.

આ પ્રસંગે ડો સંદીપ સંચેતીએ સર્વેનો આભાર માનતા કહ્યુ કે તેમને પણ મારવાડી યુનિવર્સીટી જેવા સમાન વિચારધારા ધરાવતા ઇન્સ્ટીટયુટના અમુલ્ય ભાગ બનવાનો ગર્વ છે. તેમણે આ તક ને એક રોચક મોકો ગણાવતા કહ્યુ કે પેન્ડેમિક પછી ભારતીય શિક્ષણ ખુબ ઝડપથી બદલી રહ્યું છે અને આ બદલાવને ધ્યાનમાં રાખીને આપને સિસ્ટમમાં ધરખમ અને ઝડપી ફેરફાર અમલમાં મુકવા પડશે જેથી કરીને આપણે ભાવી પેઢીને મજબૂત બનાવી શકીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.