ડો. મયુર વાઘેલા ગનશોટ ડોકટર તરીકે પ્રસિઘ્ધિ પામ્યા છે. તેમના દ્વારા ગનશોટથી તીક્ષ્ણ હથિયારથી, અથવા મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલ ૭૦ થી વધુ દર્દીની સફળતા પૂર્વક સારવાર કરવામાં આવી છે.
ડો. મયુર વાઘેલા જણાવે છે જીવલેણ ઇજાઓને લીધે શરીરના એકસાથે ઘણા અંગોમાં નુકશાન થાય છે. આવી ગંભીર પરિસ્થિતિમાં ઘવાયેલ દર્દીને સમયસર અને તુરંત સારવાર ન મળે તો દર્દીઓ જીવને જોખમ પણ થઇ શકે છે. જેની સારવાર તુરંત લેવાથી દર્દીઓ જીવ બચાવી શકાય છે.
તેઓ આ બાબત વિશે વધુમાં જણાવે છે કે તાજેતરમાં સૌરાષ્ટ્રમાં થયેલા જુથ અથડામણમાં ગનશોટ ઇન્જરી થતા ત્રણ દર્દીઓને ખુબજ ગંભીર હાલતમાં સ્ટલીંગ હોસ્પિટલ રાજકોટમાં લઇ આવવામાં આવ્યા હતા. સ્થિતિની ગંભીરતાને ઘ્યાનમાં રાખી ડો. વાઘેલાએ તેમના ઇમરજન્સીમાં ઓપરેશન કરી ત્રણેય દર્દીઓનો જીવ બચાવી લીધા હતા. એ ત્રણ દર્દીઓમાં ના એક દર્દીને ત્રણ ગોળીઓ લાગી હતી જે પેટમાંથી આરપાર નીકળી ગઇ જેણે આંતરડાઓ, લોહીની મેઇન નળીઓ અને આજુબાજુના અવયવોને નુકશાન પહોચાડયું હતું. દર્દીના પેટમાં થી સતત લોહી વહી રહ્યું હતું. દર્દીને ઓપરેશન પછી જરુરી એવી આઇસીયુની સારવાર તેમજ વેન્ટીલેટરની સારવાર આપીને દર્દીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. દર્દીની સ્થિતિમાં સુધારો આવતા દર્દીને રજા આપવામાં આવી હતી.
આવી ગંભીર પરિસ્થિતિમાં જીવલેણ ઇજાઓને લીધે શરીરના એક સાથે ઘણા અંગેનો થયેલ નુકશાનની તાત્કાલીક સારવાર માટે સ્ટલીંગ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે વૈશ્ર્વિક સ્તરની સુવિધા જેવી કે સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરની સઁપૂર્ણ ટીમ સાથે પોલીટ્રોમાં સેન્ટર ૬૪ બેડ ધરાવતું સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ અત્યાધુનિક આઇસીયુ સેટઅપ, અત્યાધુનિક સુવિધાથી સજજ અલ્ટ્રા મોર્ડન ઓપરેશન થિયેટર ફૂલટાઇમ એનેસ્થેટિસ્ટ ટીમ, ડાયાલીસીસ, એન્ડોસ્કોપી તથા બ્લડ સ્ટોરેજ રેડિઓલોજી, પેથોલોજી, ફાર્મસી જેવી આવશ્યક સુવિધા ર૪ કલાક ઉપલબ્ધ છે. આવી આવશ્યક સુવિધાઓને લીધે ઓછામાં ઓછા સમયમાં દર્દીની સારવાર સફળતા પૂર્વક કરવી શકય બની તેમ જણાવાયું છે.