મુળ ઉપલેટાના અને હાલ રાજકોટમાં નગરસેવીકા તરીકે ફરજ બજાવતા કોંગી અગ્રણી પર થઈ શુભેચ્છા વર્ષા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બે દિવસ પહેલા સંગઠનની પુન: રચના કરતા તેમાં જનરલ સેક્રેટરીપદે મુળ ઉપલેટા તાલુકાના વતની અને હાલ રાજકોટના કોર્પોરેટર તરીકે સેવા આપી રહેલા ડો.ઉવર્સી પટેલનો સમાવેશ થતાં તેને ઠેર-ઠેરથી આવકાર મળી રહ્યો છે.ડો.ઉવર્શીબેન પટેલે નાનપણથી જ પિતાની સાથે રાજકારણમાં જોડાઈને વિદ્યાર્થી કાળથી એન.યુ.એસ.આઈ. સંગઠનને મજબુત કરવામાં સક્રિય ભૂમિકા અદા કરી હતી. ઉચ્ચ શિક્ષણ લઈ આયુર્વેદિક ડોકટરની પદવી પ્રાપ્ત કર્યા બાદ મહિલાઓના પ્રશ્ર્ને સક્રિય રહી રાજય સરકાર સામે આક્રમક રજૂઆતો કરી હતી.ગત રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં.૧૨ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જંગી બહુમતીથી ચૂંટાયા હતા. પ્રજાના પ્રશ્ર્નો પ્રત્યેની સંવેદનશીલતાના કારણે પાર્ટીએ તેમને પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી બનાવ્યા હતા.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વરણીને આવકારીને શુભેચ્છા પાઠવી છે. ડો.ઉવશીબેન પટેલને શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડો.ઉવર્શીબેન પટેલે બાળપણમાં અભ્યાસ જે વિસ્તારમાં કર્યો હતો તે વિસ્તારના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે તેના પિતા પૂર્વ મંત્રી બળવંતભાઈ દ્વારા સ્થાપિત વૃજભૂમિ આશ્રમમાં વિવિધ ઉચ્ચ ફેકલ્ટી ચાલુ કરાવી આ સંસ્થામાં તેઓ સક્રિય ટ્રસ્ટી તરીકે ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ઉપરાંત ધોરાજી તાલુકાના સુપેડી ગામે આયુર્વેદિક કોલેજની સ્થાપના કરી તેમાં તેઓ મેનેજીંગ ટ્રસ્ટની જવાબદારી નિભાવી રહ્યાં છે.