મોડેલ કાઉ ટુરીઝમ સેન્ટર તરીકે વિકસાવવા ચર્ચા
ડો. વલ્લભભાઇ કથીરિયાએ આંધ્રપ્રદેશના તિરૂપતિ – તિરૂમલા બાલાજી દેવસ્થાનની મુલાકાત દરમ્યાન તિરૂપતિ સ્થિત મોડેલ ગૌશાળાની મુલાકાત લઈ વિગતવાર માહિતીની આપલે કરી, વિશાળ કેમ્પસમાં સપ્ત ગૌ પ્રદક્ષિણા મંદિરમાં ગૌપૂજા અને બાલાજી મંદીરમાં આરતી દર્શન કર્યા. ગાયોની વિવિધ દેશી નસ્લોના વિભાગ, બુલ મધર શેડ, અગરબત્તી સહિત વિવિધ ગૌ ઉત્પાદોનોનું યુનિટ બાયોફ્ટીલાઈઝર યુનિટ સમેત સમ ગ્રીન ઇકો કેમ્પસની મુલાકાત કરી પ્રસન્નતા અનુભવી હતી. આગામી દિવસોમાં વર્તમાન ગૌશાળાને મોડેલ કાઉ ટુરીઝમ સેન્ટર તરીકે વિકસાવવા અર્થે પણ ચર્ચા થઈ. ટીટીડી ગૌશાળાના ડાયરેક્ટર ડો.હરનાથ ટેકી સમેત સમગ્ર ટીમ સાથે અમિતાભ ભટ્ટનાગર, પુરીષકુમાર અને ડો.ગીતાંજલી અનીલ તથા શાલિની અને ઇસ્કોન તીરૂપતિના સ્વામીએ ગૌસેવાના વિવિધ આયામો બાબતે આદાન પ્રદાન કર્યું હતું.