રાજકોટના કુવાડવા રોડ ખાતે આવેલ ગોકુલ હોસ્પિટલ – ઉપલાકાંઠાની અદ્યતન સુવિધાઓ ધરાવતી મલ્ટી તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, અહીં અત્યારે કોરોના (કોવિડ -૧૯) જેવા કપરા કાળમાં પણ પૂરતી સાવચેતી અને સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરી સારવાર કરવામાં આવે છે. અત્રે હાલમાં હૃદયરોગ, ન્યુરો-સ્પાઈન સર્જરી, યુરો સર્જરી, ગેસ્ટ્રોલોજી, ઓર્થોપેડિકસ, જનરલ સર્જરી, રેડિઓલોજી, પેથોલોજી ઉપરાંત ફેફસાના રોગો માટે ખાસ પલ્મોનોલોજી જેવા વિભાગો કાર્યરત છે તો અકસ્માત અને આપાતકાલીન સંજોગોમાં ઈમરજન્સી વિભાગ ૨૪ કલાક ચાલુ છે. વધુમાં હૃદયરોગ ના સંજોગોમાં મુખ્યમંત્રી અમૃતમ અને આયુષ્માન ભારત યોજના તેમજ માર્ગ અકસ્માત સહાય યોજના અત્રે ઉપલબ્ધ છે.

કોરોના જેવી વૈશ્વિક મહામારીના સંજોગોમાં જનજીવન જયારે મંદ પડી ગયું છે ત્યારે દર્દીઓના સ્વાથ્યને સમર્પિત એવા ડોક્ટરો એ પોતાની જાતને હંમેશા ચપળ અને જાગૃત રાખવી પડે છે. લાઠી અમરેલીના નાગાભાઇને (ઉ.વ. ૫૦) હૃદયરોગના તીવ્ર હુમલા સાથે તા. ૮મી મે ની મધરાતે ઇમર્જન્સીમાં લાવવામાં આવ્યા હતા, નાજુક ક્ષણોનો તકાજો જોઈ કાર્ડીઓલોજીસ્ટ ડો. તુષાર ભટ્ટીએ તત્કાલ કેથલેબમાં સ્થળાંતરિત કરી હૃદયની નળીઓની તાપસ કરતા હૃદયની ધમનીઓમાં ૯૫% કરતા વધુ બ્લોકેજ જોવા મળ્યું હતું, જેથી તુરંત જ એજીઓપ્લાસ્ટી કરી સફળતાપૂર્વક સ્ટેન્ડિંગ કરવામાં આવ્યું અને નાગાભાઇની બુજાતી જિંદગીને નવજીવન મળ્યું હતું. તાકીદની ક્ષણોમાં સફળતાપૂર્વક નવજીવન પામેલા નાગાભાઇએ તેમજ તેમના કુટુંબીજનોએ સમગ્ર ગોકુલ હોસ્પિટલની ટીમ તેમજ ડો. તુષાર ભટ્ટીનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.