સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કંઈ રીતે કરવી, કયાં પ્રકારના પુસ્તકનો અભ્યાસ કરવો, પ્રશ્ર્ન પેપરનું માળખુ વગેરે વિષયથી કરશે માહિતીગાર
અબતક,રાજકોટ
ઓલ ઇન્ડિયા રેડિયો, આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી તા. 11/08/2022, સાંજના 6 થી 6:30 દરમિયાન યુવવાણી શ્રેણી અંતર્ગત યુવા કારકિર્દી સંદર્ભે અંગ્રેજી બોર્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી બોર્ડના ચેરમેન અને ઈંગ્લીશ લેન્ગવેજ ટીચર્સ એસોશિએશન ઓફ ઇન્ડિયા રાજકોટ ચેપ્ટરના પ્રેસિડેન્ટ ડો. ઇરોસ વાજા નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અંગ્રેજી વિષય પર વાર્તાલાપ પ્રસારિત થવાનો છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી, ક્યાં પ્રકારના પુસ્તકોનો અભ્યાસ કરવો, પ્રશ્ન પેપરનું માળખું, અંગ્રેજીના પેપરમાં કઈ રીતે વધુ માર્ક્સ મેળવવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કઈ રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે તેમજ ફાઇનલ ઇન્ટરવ્યૂમાં કઈ રીતે રજૂઆત કરવી સહીતની તમામ માહિતી આપવામાં આવી છે. જે યુવાનો અને યુવતીઓ રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે અથવા આઈ.એ.એસ., આઈ.પી.એસ. બનવાનું સપનું સેવી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમમાં આપવામાં આવેલ માર્ગદર્શન અતિ ઉપયોગી સાબિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંગ્રેજી તેમજ પત્રકારત્વ જેવા વિષયોમાં પીએચ. ડી. ની ઉચ્ચતમ પદવીઓ ધરાવતા ડો. ઇરોસ વાજા એ કેનેડા, રશિયા, અમેરિકા, દુબઇ જેવા દેશો ના શૈક્ષણિક પ્રવાસો કરી ભારતનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધાર્યું છે. તેઓ ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝ જેવી 128 દેશોમાં ફેલાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાના એક્ઝેક્યુટીવ કાઉન્સિલ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. એમના સંશોધન પત્રો રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાના જર્નલ્સમાં પ્રકાશિત થતા રહ્યા છે. અત્યારસુધીમાં ઘણા વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન માં પીએચ. ડી. ની ડિગ્રીઓ હાંસલ કરી છે. દેશ અને રાજ્ય બહારની ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં ડો. વાજા ના વ્યાખ્યાનો નિયમિત રીતે યોજાતા રહે છે