રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો. વલ્લભ કથીરીયા અને જીલ્લા કલેકટર રેમ્યા મોહનની ઉ૫સ્થિતિ

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ડો. કલામના જન્મ દિને એક યુવા સંમેલનનું આયોજન થયું હતું. જેમાં લગભગ ૭૦૦ યુવા ભાઇ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા અને રાજકોટના કલેકટર રેમ્યા મોહન આ પ્રસંગે વિશેષ અતિથિરુપે ઉ૫સ્થિત રહ્યા હતા. તેઓએ ડો. કલામ અને સ્વામી વિવેકાનંદના જીવન સંદેશ વિશે પ્રેરક ઉદબોધન કર્યુ હતું.

DSCN7020

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત ડો. કલામના પુસ્તક સ્વામી વિવેકાનંદ અને ભારતના યુવાનોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં ડો. કલામે રામકૃષ્ણ મઠ મિશનના વિવિધ કેન્દ્રોમાં આપેલ પ્રવચનોનું સંકલન કરવામાં આવ્યું છે. સ્વામી નિખિલેશ્ર્વરનંદજીના ડો. કલામ સાથેના સંસ્મરણો સુંદર રંગીન છબીઓ સહીત આ પુસ્તકમાં આવરી લેવામાં આવેલ છે. આ પુસ્તક શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેકાનંદ બુક વર્લ્ડમાં ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.