રેસકોર્સ ગ્રાઉન્ડમાં સૈયદના સાહેબની એક ઝલક નિહાળવા લોકોની પડાપડી: સિકયુરીટીને પણ પરસેવો છુટયો: અભિવાદન કાર્યક્રમ બાદ ગોંડલ પહોંચ્યા: સૌરાષ્ટ્રની પાંચ દિવસની મુલાકાત: અમદાવાદમાં મુખ્યમંત્રી રૂપાણી સો મુલાકાત
સૌરાષ્ટ્રના પ્રવાસે નિકળેલા વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુ‚) ડો.સૈયદના અબુ જાફ‚સ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફૂદીન (ત.ઉ.રા)નું આજે સવારે રાજકોટ એરપોર્ટ પર આગમન તાં ત્યાં રાજકોટ વ્હોરા સમાજના આગેવાનો, હોદ્દેદારો અને સેવાભાવીઓએ ડો.સૈયદના સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ૭૪ વર્ષની વયે પહોંચનારા ડો.સૈયદના સાહેબને કોઈ હાલાકી કે તકલીફ ન પડે તે માટે તેઓ તેમના પરિવારના સભ્યો તા કોઠાર મુબારકના ચુનંદા સાહેબો સો મુંબઈી રાજકોટ ખાસ હવાઈ જહાજ દ્વારા આવી પહોંચ્યા હતા. ઈસ્લામ ધર્મમાં પવિત્ર ગણાતી રાત્રિ લઈલતુલકદ્ર હિજરીસન ૧૩૬૪માં સુરત ખાતે જન્મેલા ડો.સૈયદના સાહેબ ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ તેઓ તેમના સદ્ગત પિતા અને વ્હોરા સમાજના બાવનમાં ધર્મગુ‚ બુરહાનુદ્દીન સાહેબની સો ધાર્મિક અને સેવાકીય કાર્યોમાં દેશ-વિદેશની મુલાકાત લઈ સમાજમાં ધાર્મિકતા, વ્યસન મુક્તિ, વેપાર જેવા અનેકાએક નોંધનીય કાર્યો કયાર
તેમણે અત્યાર સુધી સમગ્ર ભારત ઉપરાંત અમેરિકા, શ્રીલંકા, સ્વીડન, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, પાકિસ્તાન, ઈજીપ્ત, ઈરાક, નૈરોબી, કેન્યા, દુબઈ જેવા ૩૫ જેટલા દેશોમાં લોકહીતના કાર્યો કર્યા છે.
ગત તા.૧૭ જાન્યુઆરી ૨૦૧૪માં તેમના પિતા વફાત તાં તેમણે ૫૩માં ધર્મગુ‚ તરીકેની ગાદી સંભાળી તેઓ આટલા સમયમાં સતત પ્રવાસ કરી સમાજના છેવાડાના માનવીની હંમેશા ચિંતા કરી હોવાી સમાજમાં તેઓ પુજનીય અને તેમનો પડયો બોલ ઝીલાય છે. પરંતુ દરેક જ્ઞાતિ સમાજ તેમને આદર, માન સત્કાર કરી રહ્યો છે. આવા પિડિતોની ક‚ણાનો સાદ સાંભળનારા મહાન માનવતાવાદી ડો.સૈયદના સાહેબ થોડીક મીનીટો માટે રાજકોટ એરપોર્ટ પધારી સીધા રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગયા ત્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંી પધારેલા હજારોની સંખ્યામાં આવેલ તેમના અનુયાયીઓએ મૌલા મૌલાના નારાની ગગન ગુંજવી દીધું હતું. અને ત્યાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ડો.સૈયદના સાહેબને આવકાર આપી માન આપ્યું હતું.
આ તકે નામદાર સૈયદના સાહેબે પણ ધાર્મિક દેશપ્રેમ અને સદ્ભાવનું ટૂંકુ છતાં ધારદાર પ્રવચન આપતા તેમના અનુયાયીઓમાં મૌલા મૌલા મુફદ્દલ મૌલાી વાતાવરણ પુલકિત બની ગયું હતું. રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક તબકકે વ્હોરા ભાઈ-બહેનો અને બાળકો રીતસર રડી પડયા હતા. આજે શનિવારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાજકોટના ભગવતીપરા, બેડીપરા, વ્હોરાવાડ, રામનાપરા, સદર, જામનગર રોડ જેવા અનેક વિસ્તારો ઉપરાંત જસદણ, બાબરા, સરધાર, અમરેલી, જામનગર, જસદણ, વિંછીયા, બોટાદ, મોરબી, ગોંડલ, જેતપુર, ધોરાજી, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, લખતર, લીંબડી સહિતના સૌરાષ્ટ્રના ખુણે-ખુણાના ગામોના વ્હોરા બિરાદરોએ તાજદાર ડો.સૈયદના સાહેબના દિદાર કરી ધન્યતા અનુભવી હતી. રેસકોર્સ ગ્રાઉન્ડમાં સૈયદના સાહેબનો અભિવાદન કાર્યક્રમ પૂર્ણ તાં તેમની નજીકી એક ઝલક મેળવવા રીતસર પડાપડી ઈ હતી.
ખાસ કરીને તેમની અંગત સીકયુરીટીને પરસેવો છુટી ગયો હતો. રાજકોટી ડો.સૈયદના સાહેબ કાર દ્વારા ગોંડલ પહોંચી જીયાફતના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ત્યાંના વ્હોરા સમાજએ લાખો ‚પિયાના એક અદ્યતન મસ્જીદ બનાવી છે તેનું ઉદ્ઘાટન અને નામકરણવિધિ બાદ આજે રાત્રિ રોકાણ કરી કાલે રવિવારે વ્હોરા સમાજની એક મસ્જીદનું ઉદ્ઘાટન કરશે. ત્યાં પણ રાત્રી રોકાણ છે.
સોમવારે સવારે ડો.સૈયદના સાહેબ જામનગરમાં મદફન યેલા મહાન ઓલીયા સૈયદના ઈસ્માઈલજી બદ‚દ્દીન સાહેબ (રી.અ.)ના ૩૫૩માં ઉર્ષ મુબારક પર બે દિવસ હાજરી આપશે અને જામનગરના મુલ્લા મેડી વિસ્તારમાં વ્હોરા સમાજે અદ્યતન મસ્જીદનું નિર્માણ કર્યું છે. તેનું ઉદ્ઘાટન અને નામકરણવિધિ કરી તેઓ વાંકાનેર તા મોરબીમાં વસતા અનુયાયીઓને મળ્યા બાદ રેલ્વે માર્ગે અમદાવાદ જશે, આમ પાંચ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ અમદાવાદ ખાતે ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ ‚પાણી સો શુભેચ્છા મુલાકાત લઈ મુંબઈ પરત ફરશે તેમ દાઅવતે હાદિયાના વિશ્ર્વસનીય સુત્રો પાસેી વિગત મળેલ છે.
જો કે તેમણે પ્રવાસ મુલાકાતમાં ફેરફારની પણ શકયતા દર્શાવી હતી. આમ ડો.સૈયદના સાહેબના પાંચ દિવસના પ્રવાસમાં જીયારત જીયાફત, નિકાહ, કદમબોસી, મિસાક, સહેરા, મજલીશ વાએઝ જેવા અનેકાએક કાર્યક્રમ યોજાશે. અત્રે એ જ‚રી નોંધનીય છે કે ડો.સૈયદના સાહેબએ ૫૩માં ધર્મગુ‚ તરીકે ગાદી સંભાળી ત્યારબાદ રેલ્વે સ્ટેશન ખાતે તેમના અનુયાયીઓને બે વખત દર્શન આપ્યા પરંતુ રાજકોટમાં તેમણે સત્તાવાર રોકાણ કર્યું નથી