છેલ્લા ૪૦ વર્ષથી ચર્મરોગ, રકતપિત, એઈડસ માટે લોકજાગૃતિના કાર્યો કર્યા છે
તાજેતરમાં બેંગ્લોર ખાતે ચર્મરોગ નિષ્ણાંતોની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મળેલ તેમાં ડોકટર સુરેશ જોશીપુરાને ઈન્ડિયન એસોસિએશન ઓફ રમતોલોગીસ્ટ વેનેરિઓલોગીસ્ટ એન્ડ લેપ્રોલોજીસ્ટ તરફથી પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવેલ છે. આ એસોસીએશન ૧૨૦૦૦ જેટલા ચર્મરોગ વિશેષજ્ઞની સભ્ય સંખ્યા ધરાવે છે અને દુનિયાનું સૌથી મોટું એસોસીએશન છે. ડોકટર જોશીપુરા તેમાં ભૂતપૂર્વ પ્રમુખ, સેક્રેટરી તરીકે રહી ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે. હાલમાં તેઓ એશિયન લીગ ઓફ ડે રમતોલોજી સોસાયટીમાં ડીરેકટર પદ છે.
છેલ્લા લગભગ ૪૦ વરસથી તેમને ચર્મરોગ, રકતપિત, એઈડસ માટે અનેક પ્રદર્શનો, સ્કુલ-કોલેજોમાં વાર્તાલાપ, રેડીઓ, ટીવી, સોશિયલ મિડીયા વગેરેમાં કાર્યક્રમો આપી લોકજાગૃતિનું ઉત્કૃષ્ટ કાર્ય કરેલ છે. ૧૦૦૦થી વધુ ગ્રામ્ય તથા પછાત એરીયામાં યોજાયેલ નિદાન કેમ્પમાં સેવા આપેલ છે.
રકતપિતને ગુજરાતમાંથી નાબુદ કરવામાં તેમનો ફાળો અમુલ્ય છે. થોડા સમય પહેલા વિયેતનામ ખાતે મળેલ વર્લ્ડ લીડર્સ ઓફ ડર્મેટોલોજી તેઓને આમંત્રિત કરેલ ગુજરાતમાંથી ફકત એક અને ભારતમાંથી ફકત ત્રણને આમંત્રણ મળેલ હતું. ચર્મરોગ વિશેની ટેકસ બુકોમાં પણ તેમણે અનેક વિષયો ઉપર ચેપ્ટર લખેલ છે. અમેરીકન અકાદમી ઓફ ડેરમતોલોજી, રતનસિંહ એવોર્ડ તેમજ રાજકોટ કલેકટર તરફથી પણએવોર્ડ મળેલ છે.