તાજેતર માં શહેરના વિદ્યાનગર રોડ સ્થિત ડો ઠક્કર ની દાંત તથા કાન નાક ગળા ની હોસ્પિટલમાં એક અનોખો કેસ આવ્યો જેમાં જન્મથીજ માનાસિક રીતે નબળા એવા ૨૨ વર્ષના રાજકોટ ના યુવક મોહિત પીરવાની ના ગળામાં આશરે ૩ભળત મોટો ઠડીયો ફસાઈ ગયો હતો. તેને ગળા માં ખુબજ દુખાવો અને ગળા નીચે પાણી પણ ઉતરતું નહતું. સાથે ઉલટી પણ થતી હતી આવી હાલત માં તેને હોસ્પિટલમાં લાવવા માં આવેલ.ડો હિમાંશુ ઠક્કરે નિદાન કરી તાત્કાલિક ધોરણે સારવાર ચાલુ કરી હતી.આ દર્દી ને ઓપેરાશન થિએટરમાં લઇ દૂરબીન વડે ગણતરીની મિનિટો માંજ અન્નનળીમાં ફસાયેલ આશરે ૩ભળત મોટો અને ધારદાર ઠડીયો દૂરબીન વડે સફળતાપૂર્વક કાઢી આપ્યો હતો.આ કેસ ની વિકટ પરિસ્થિતિ એ હતી કે આટલો મોટો ઠડીયો અને તે પણ ધારદાર હોવાથી કાઢતી વખતે અન્નનળી ને ઈજા પણ થઈ શકે.લોહી પણ નીકળી શકે અને જો દુરબીન વડે ના નીકળે તો ખુબજ મોટું ઓપેરાશન કરવું પડે પરંતું આવા વિકટ સંજોગોમાં પણ આવા અને ઓપેરાશનો સફળતાપૂર્વક પાર પાડનાર ડો હિમાંશુ ઠક્કરે ખુબજ કુનેહપૂર્વક આ ઓપરેશન દૂરબીન વડે પાર પાડી યુવક નો જીવ બચાવ્યો હતો .આ તબકે દર્દી ના પરિવારજનો એ ડો ઠક્કર નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
Trending
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન
- લોકોએ જિંદગીભર ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ: જામનગરની ધરતી પરથી જગતગુરૂ શંકરાચાર્યનો સંદેશ
- હજી તો ઠંડી શરૂ નથી થઈ તે પહેલાં જ ગરમ કપડાની માંગ વધતા ઠેર ઠેર લાગ્યા સ્ટોલ
- એક લોકપ્રિય ઉત્તર ભારતીય શાક એટલે આલુ ગોબી
- રોજ અનુલોમ-વિલોમ કરવું સ્વાસ્થ્ય માટે વરદાન