બલિદાન દિવસ અંતર્ગત હેમુગઢવી હોલ ખાતે શહેર ભાજપ દ્વારા મહેશ કસવાલાનું વકત્ય યોજાયું
જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભક્ત ડો.શ્યામાપ્રસાદ મુખરજીનો આવતીકાલે તા.ર3- જૂન ના રોજ બલિદાન દિવસ અંતર્ગત શહેર ભાજપ ધ્વારા હેમુ ગઢવી મીની થિયેટર ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખરજીના જીવનક્વન ઉપર વક્તવ્યનો કાર્યક્રમ યોજાયેલ જેમાં પ્રદેશ ભાજપ અગ્રણી મહેશભાઈ ક્સવાલા ધ્વારા વક્તવ્ય અપાયુ હતું. આ તકે મહેશભાઈ ક્સવાલા, કમલેશ મિરાણી, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, કશ્યપ શુકલ, રક્ષ્ાાબેન બોળીયા, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મહેન્દ્ર પાડલીયા, ડો. અતુલ પંડયા સહીતના ઉપસ્થિત રહયા હતા. આ તકે સ્વાગત પ્રવચન કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક એવા રાષ્ટ્રભક્ત ડો. શ્યામાપ્રસાદ મુખરજી એ રાષ્ટ્ર માટેના બલિદાનના દિવસે તેમની જીવનગાથાને યાદ કરી ને કાર્યર્ક્તાઓ ભવ્ય ભારતના નિર્માણ માટે સંકલ્પબધ્ધ થાય.
તેમજ આગામી કાર્યક્રમોની માહિતી આપેલ હતી. આ તકે મહેશભાઈ ક્સવાલાનું બુક અને ખેસથી સ્વાગત શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર ધ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ મહેશભાઈ ક્સવાલાએ ડો. શ્યામાપ્રસાદ મુખરજીના જીવન-ક્વન પર વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતુ.ત્યારે ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી એક રાજનિતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા.ત્યારે તા.ર3 જૂન આપણા માટે પ્રેરણાદાયક દિવસ છે. ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાનનો દિવસ છે.
દેશ માટે કામ આવવાનો દિવસ છે. આપણે દેશને કોંગ્રેસ મુક્ત કરીએ. અનેક સમસ્યાના મૂળમાં કોંગ્રેસ છે, કોંગ્રેસની ખોટી નિતીને કારણે ડો. શ્યામાપ્રસાદજીનુ બલિદાન થયેલ છે.આ કાર્યક્રમનુ સંચાલન અને આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડએ તેમજ વ્યવસ્થા જીતુ કોઠારીએ સંભાળેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા અનિલભાઈ પારેખ, હરેશ જોષી, રમેશભાઈ જોટાંગીયા, જયંતભાઈ ઠાકર, પી. નલારીયન એ જહેમત ઉઠાવી હતી.