જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભક્ત ડો.શ્યામાપ્રસાદ મુખરજીનો આવતીકાલે તા.23- જૂન ના રોજ બલિદાન દિવસ છે ત્યા2ે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી એક રાજનિતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા.ત્યા2ે તા.23 જૂન આપણા માટે પ્રેરણાદાયક દિવસ છે. ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી નો બલિદાનનો દિવસ છે. દેશની એક્તા અને અખંડિતતા બધાથી પર છે અને સમાજના વિવિધ તબકકાઓ વચ્ચે અલગ-અલગ માપદંડ અપનાવવામાં ડો. શ્યામાપ્રસાદ મુખરજી માનતા ન હતા. ડો. શ્યામાપ્રસાદ મુખરજી તેના વચન પર હંમેશા અડગ રહયા કે, જમ્મુ-કાશ્મીર ભારતન એક અવિભાજય અંગ છે, તેમણે સિંહગર્જના કરતાં કહયું હતું કે એક દેશમાં બે વિધાન, બે નિશાન અને બે પ્રધાન નહી ચાલે- નહી ચાલે. ડો. શ્યામાપ્રસાદ મુખરજી એક અચ્છા શિક્ષણશાસ્ત્રી, ઉતમ વહીવટર્ક્તા, ઉતમ વકીલ, શ્રેષ્ઠ પાર્લામેન્ટેરીયન, આમૂલ દેશભક્તિનું પ્રતિક હતા. ભારતીય જનસંઘના આ સ્થાપક અધ્યક્ષ દેશ અને સમાજ હિતને જ કેન્દ્રમાં રાખતી એક નવી જ રાજકીય સંસ્કૃતી જન્માવી હતી.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે ડો.શ્યામાપ્રસાદ મુખરજી કે જેણે કાશ્મીર માટે આપેલા બલિદાન દિવસને યાદ કરી આજની યુવા પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા મળે તેવી અભિવ્યક્તિ કરી તેમને શબ્દાજંલી અર્પણ કરી હતી. ત્યા2ે બલિદાન દિવસ અંતગર્ત આવતીકાલે તા.23/6ના સવા2ે 9:30 કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં  આર્ટગેલેરી, રેસકોર્ષ ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. સવારે 10:30 કલાકે શહેરના તમામ વોર્ડના દરેક બુથમાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીના ફોટાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે.તેમ આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુરે અંતમાં જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.