• ડો.સંજય પટોડીયાની ન્યુ લાઈફ હોસ્પિટલ ખાતે 6 સર્જરી પ્લાન કરી હતી જો કે આ સર્જરી રદ કરવા માટે ગઈકાલે સાંજે હોસ્પિટલના સ્ટાફને સૂચના આપી દીધી: પોલીસ દ્વારા ન્યુલાઈફ હોસ્પિટલ ખાતે પણ તપાસ કરવામાં આવી શકે

ખ્યાતિ હોસ્પિટલનાં ’મોતનાં કાંડ’ બાદ સંચાલકો વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ખ્યાતિ હોસ્પિટલનાં ચેરમેન કાર્તિક પટેલ, ડો. વજિરાણી, ડો. સંજય પાટોડિયા, રાજશ્રી કોઠારી અને ડાયરેક્ટર ચિરાગ રાજપૂત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગઈકાલે ડો. પ્રશાંત વજિરાણીની ધરપકડ કરાઈ હતી. આજે તેમને સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. ચેરમેન કાર્તિક પટેલની ધરપકડમાં સમય લાગી શકે છે. જ્યારે, ડો. સંજય પટોળિયાને લઈ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ડો. સંજય પટોળિયા રાજકોટમાં પણ એક હોસ્પિટલ ધરાવે છે. વિદ્યાનગર મેન રોડ પર ’ન્યૂ લાઇફ’ નામની હોસ્પિટલ ધરાવે છે. આજે ડો. સંજય પાટોડિયા 6 જેટલા ઓપરેશન કરવાનાં હતા, જે તમામ રદ કરવામાં આવ્યા છે. સાથે જ ઓપીડી પણ રદ કરવામાં આવી છે. આ મામલે હોસ્પિટલનાં મેડિકલ સ્ટાફ કંઈ પણ કહેવા ત્યાર નહોતો. સાથે જ હોસ્પિટલનાં મેડિકલ ઓફિસર ગઈકાલથી ફોન ઉઠાવી રહ્યા નથી. તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. ડોક્ટર સંજય પટોલીયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવી રહ્યા છે. રાજકોટના વિદ્યાનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5ના ખૂણે બીજા માળે ન્યુ લાઈફ હોસ્પિટલ ધરાવી રહ્યા છે. જો કે બે દિવસથી તેઓ રાજકોટની હોસ્પિટલ ખાતે આવ્યા નથી. જ્યાં તેમના જુનિયર ડોક્ટર તેમજ મેડિકલ ઓફિસર સ્ટાફ ઉપસ્થિત હતા. સંજય પટોલીયા અહીંયાના મુખ્ય સર્જન છે તેમના દ્વારા દર ગુરુવારે અહીંયા હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવતી હોય છે. આજે અહીંયા કુલ 6 દર્દીની પ્લાન સર્જરી હતી પરંતુ ગઈકાલે સાંજે ડોક્ટર સંજય તરફથી આ સર્જરી પોસપોન્ડ કરવા સૂચના આપવામાં આવતા તમામ દર્દીને જાણ કરી આ સર્જરી પોસપોન્ડ કરવામાં આવી છે. હાલમાં આજે રૂટિન ઓપીડી ચાલુ છે કોઈ ઓપરેશન કરવામાં આવશે નહિ. ડોક્ટર સંજય ક્યાં છે એ બાબતે અમને કશું ખબર નથી બે દિવસ પહેલા વાત થયેલ હતી આ પછી કોઈ સંપર્ક થઇ શક્યો નથી. અહીંયા હોસ્પિટલમાં કાર્ડ મારફત કોઈ યોજનામાં સર્જરી કરવામાં આવતી નથી. હજુ સુધી પોલીસ કે અન્ય કોઈ સરકારી અધિકારીઓ તપાસ અંગે રાજકોટ હોસ્પિટલ ખાતે આવ્યા નથી. કડી તાલુકાના થોળ રોડ પર આવેલા બોરીસણા ગામે ગત તારીખ 10 નવેમ્બર 2024ના રોજ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે વિવિધ રોગોના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને બીજા દિવસે 11 નવેમ્બરને સોમવારના રોજ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હતી, જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જોકે એન્જિયોપ્લાસ્ટી બાદ બે દર્દીની તબિયત લથડતાં રાતના 10 વાગ્યે હોસ્પિટલે દર્દીના પરિવારજનોને જાણ કરી કે તમારા સ્વજનની હાલત ગંભીર છે. તમે અમદાવાદ આવી જાઓ, પરંતુ બીજા દિવસે 12 નવેમ્બરના રોજ સવારના સમયે દર્દી મહેશ ગિરધરભાઈ બારોટ (ઉ.વ.45) અને નાગર સેનમા (ઉ.વ.59)નાં મોત નિપજ્યા હતા.

રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોને 12 માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા આદેશ

અમદાવાદમાં ખ્યાતી હોસ્પિટલમાં પી એમ જે વાય યોજના માં કૌભાંડ આચરવાના મુદ્દે સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે ખ્યાતી હોસ્પિટલ કૌભાંડમાં વિધિવત પોલીસ ફરિયાદ સહિતના પગલાંઓ લેવાયા છે સાથે સાથે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોને ક્લિનિકલ સ્ટાફ એસ્ટા બલીસ્મેંટ એક્ટ અન્વયે 12માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાની મહેતલ આપવામાં આવી છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.