કોરોના વિશે વિશ્ર્વમાં સૌથી વધુ ભાષામાં વેબસાઈટ દ્વારા માહિતી ઉપલબ્ધ

ભારત અને વિશ્વભરમાં કોરોના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કોરોના વાયરસની ઝડપી વૃદ્ધિ અને વૈશ્વિક ફેલાવો તે એક અતિ ગંભીર સમસ્યા છે. વૈશ્વિક સ્તરે, કોરોના વાયરસથી તારીખ ૨ એપ્રિલ સુધીમાં ૧૦,૧૧,૦૦૦ વધુ લોકોને ચેપ લાગ્યો છે અને ૫૨,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં વધી રહેલ કોરોનાનું પ્રમાણનો ભય આખી પૃથ્વી પર છે. હાલમાં કોરોના વાયરસ રોગને રોકવા માટે કોઈ રસી અથવા સારવાર નથી, તેથી તેને થતા અટકાવવુ એ એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે. કોરોના વિશે જાણો, કોરોનાને હરાવો સ્લોગન  જનજાગૃતિ દ્વારા સાવચેતી, અને કાળજીથી કોરોના સામે લડાઈ છે.

– કોરોના સામે લડાઈ  કોરોના વિશે વિશ્વમાં સૌથી વધુ ભાષામાં વેબસાઈટ દ્વારા માહિતી

– કોરોના સામે લડી, કોરોનાને હરાવવા માટે વિશ્વમાં સોપ્રથમ વખત વેબસાઈટના માધ્યમ દ્વારા કોરોના વિશે સૌથી વધુ ભાષામાં માહિતી નિ:શુલ્ક.

– ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજીનાં પ્રેસિડન્ટ ડો.વિવેકાનંદ ઝા દ્વારા વેબસાઈટ દ્વારા કોરોના વિશે સૌથી વધુ ભાષામાં માહિતીનું લોકાર્પણ.

– અમેરીકન સોસાયટી ઓફ નેફ્રોલોજીનાં પ્રેસિડન્ટ દ્વારા કોરોના સામે વેબસાઈટ દ્વારા માહિતી વડે લડાઈને મળેલ સમર્થન અને શુભેચ્છા.

– કોરોના વિશે જાણો, કોરોનાને હરાવો  કોરોના વિશે લોકો જાણવા માગતા હોય તેવી બધી જ માહિતી જેમ કોરોના શું છે, તે કઈ રીતે ફેલાય, તેને અટકાવવા શું કાળજી રાખવી, કિડનીના દર્દીઓએ શું કાળજી રાખવી વગેરે બધી જ પ્રાથમિક માહિતીનો સમાવેશ અહી કરવામા આવેલ છે.

– કોરોના વિશે જાણો, કોરોનાને હરાવો – માહિતી ૧૨થી વધુ ભાષાઓમાં લોંચ કરવામાં આવી છે. હાલમાં માહિતી ૭ આંતરરાષ્ટ્રીય ભાષાઓ (અંગ્રેજી, હિન્દી, બંગાળી, અરબી, ફ્રેન્ચ, વિયેતનામી, પર્સિયન અને સર્બિયન) અને ૫ ભારતીય ભાષાઓ (ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ અને પંજાબી)માં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘણી વધુ ભાષાઓમાં અનુવાદનું કાર્ય હાલ ચાલી રહયુ છે.

– વેબસાઈટના માધ્યમ દ્વારા કોરોના વિશે વિશ્વભરમાં જનજાગૃતિ કેળવવા માટેની આ ઝુંબેશનો શ્રેય ડો. સંજય પંડ્યા, નેફ્રોલોજિસ્ટ અને સ્થાપક  કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન, રાજકોટ અને ડો. સંજીવ ગુલાટી, ડિરેક્ટર, નેફ્રોલોજી, ફોર્ટિસ ગ્રુપ હોસ્પિટલ, દિલ્હી, ને ફાળે જાય છે. ગુજરાતી સંસ્કરણ માટે ડો. સુસ્મિતા દવેનો સહયોગ મળેલ છે.

– વિશ્વમાં સૌથી વધુ ભાષામાં કોરોના સામે લડાઈ માટે કિડની એજ્યુકેશન વેબસાઇટના પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવેલ છે જેથી વિશ્વભરના દરેક લોકો આ માહિતીનો લાભ લઈ શકે અને આ વેબસાઇટની મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓ પણ આ માહિતી મેળવી શકે.

– વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ સન્માનીત કિડની એજયુકેશન વેબસાઈટમાં સૌથી વધુ ૩૭ ભાષામાં કિડની પુસ્તક વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ફક્ત ૧૨૦ મહિનામાં ૭ કરોડ હીટસ્ સાથે કિડની એજ્યુકેશન વેબસાઈટ, કિડની અંગે માહિતી આપવામાં વિશ્વભરમાં અગ્રેસર છે.

અન્ય વધુ માહિતી માટે ડો.સંજય પંડયા સમર્પણ હોસ્પિટલ, ભુતખાના ચોક, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ, ફોન નં.૦૨૮૧ – ૨૨૨૨૦૭૭, ૨૨૩૫૩૮૭, ૨૨૩૯૦૮૫, ઈ-મેઈલ  તફદયુજ્ઞીસિશમક્ષયુ રૂફવજ્ઞજ્ઞ.ભજ્ઞ.શક્ષ / રૂ.સશમક્ષયુ ઊમીભફશિંજ્ઞક્ષ.ભજ્ઞળ પર સંપર્ક કરવો

કોરોનાથી બચવા આટલી કાળજી તો રાખો  જ

vlcsnap 2020 04 03 11h30m43s496

– તમારા હાથ વારંવાર સાબુથી ધોવા, આંખ, નાક કે મોઢાને અડવું નહિ

– સોશિયલ ડિસ્ટન્સીંગની આદત પાડો: તમારી અને અન્ય વચ્ચે જગ્યા રાખો. લોકોને મળવાનું બંધ કરો અને જો મળવું પડે તેમ હોય તો ઓછામાં ઓછું ૩ ફૂટનું અંતર રાખી મળો.

– ટોળામાં, ભીડમાં ભેગા ન થવું અને શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાત વગરની મુસાફરી ટાળવી

– ખુબ પાણી પીવું. શક્ય હોય તો નવશેકું પાણી પીવું.

– તમારી જાતને શારીરિક રીતે ચુસ્ત રાખો. ઘરે નિયમિત કસરત કરો.

– તમારું બ્લડ સુગર ધ્યાનપૂર્વક કંટ્રોલ કરો કારણકે બ્લડ સુગરનો કંટ્રોલ ઓછો થાય તો ઇમ્યુનિટી ઘટે છે

– સિગારેટ અને દારૂ છોડી દેવા કારણ કે તે તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે અને તેથી જીવલેણ ચેપની શક્યતા વધે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.