સરસ્વતી વિઘામંદીર સંકુલના ટ્રસ્ટી અને શિક્ષકોએ સન્માનીત કરી શુભેચ્છા પાઠવી
ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ કોવિંદજીએ ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા મઘ્યપ્રદેશની સાગર યુનિવર્સીટીમાં ચાન્સેલર તરીકે સૌરાષ્ટ્રના ડો. બળવંત જાનીની નિમણુંક કરી છે. ડો. બળવંત જાની અગાઉ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ સૌરાષ્ટ્ર યુનિ. આટર્સ ફેકલ્ટીના ડીન તરીકે રહી ચુકયા છે. ગઇકાલે સરસ્વતી વિઘામંદીર સંકુલ દ્વારા ડો. બળવંત જાનીનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.જેમાં ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડો. નવીનભાઇ શેઠ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણે સન્માનીત કરી ડો. બળવંત જાનીને શુભેચ્છા પાઠવી હતી. તદઉપરાંત સરસ્વતી સ્કુલના ટ્રસ્ટી અપૂર્વભાઇ મણિયાર અને અન્ય શિક્ષકોએ પણ ડો. બળવંત જાનીને સન્માનીત કરી અભિનંદન પાઠવ્યા હતા.ડો. બળવંત જાનીએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે તે રાજયમાં રાજય યુનિવસીટી હોય તેના ચાન્સેલર ગર્વનર હોય અને સ્ટેટની અંદર સેન્ટ્રલ યુનિવસીટી હોય તેના ચાન્સેલર રાષ્ટ્રપતિ નિયુકત કરે એટલે હું ગર્વનર કક્ષાનું ચાન્સેલરનું કામ બીજા વિદ્વાનને સોંપવામાં આવતું હોય છે એ જ રીતે મઘ્યપ્રદેશની સ્ટેટ યુનિવર્સીટીના ચાન્સેલર ત્યાંના ગવર્નર છે પરંતુ તેના સેન્ટ્રલ યુનિવસીટી સાગર યુનિવર્સીટી છે. તેના ચાન્સેલર તરીકે મારી નિયુકિત થઇ છે. આ કામગીરીમાં નિયમીત જવાનું હોતું નથી. ચાન્સેલર ફકત વાર તહેવારે પ્રસંગે, સેનેટ હોય તેમા અઘ્યક્ષ સ્થાને રહીને પોતાના વિચારો રજુ કરવાના હોય છે.મારુ ઘર રાજકોટ રહેશે અને આ મહત્વનું પદ ગૌરવ અપાવે તેવું પદ મને મળ્યું છે. તેનો ખુબ આનંદ છે. આના માટે ખાસ અહીં સ્કુલમાં આવવાનું થયું એ ખુબજ પસંદ આવ્યું પાંચ વર્ષ માટેની આ મુદતની કામગીરી હોય છે.આ ઉપરાંત ગુજરાત સાહિત્ય પરીષદ રણજીતભાઇ દ્વારા સ્થપાયેલી ગુજરાતી સાહિત્યની સર્વોચ્ચ સંસ્થા છે. જયાં જયાં ગુજરાતીઓ વસે છે. તે તેના આજીવન સભ્યો છે. ત્રણ વર્ષ માટેના પ્રમુખ પદની ચુંટણીમાં ઊભો છું. મને સાર્વત્રીક આવકાર મળે છે. મારો આશય તો સાહિત્ય પરિષદના લોક સાહિત્યને સંત સાહિત્યને ચારણી સાહિત્યને આપણા સંશોધનનો વિષય બનાવવાનો હેતુ છે વધુ સક્રિય થવા માટે હું પ્રમુખ પદની ચુંટણી લડી રહ્યો છું ૧૭મી ઓકટોબર સુધી મતદાન થવાનું છે. ર૩મી ઓકટોબરે તેનું પરિણામ જાહેશ થશે.