દેશભરના તબીબોએ મુકેલો વિશ્વાસ પરીપુર્ણ કરવા ડો. અતુલ પંડયા કટીબઘ્ધ: રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ મળતા ગુજરાતના તબીબોમાં હરખની હેલી!
રાજકોટના તબીબી જગત માટે ગૌરવવંતી પળ
ઇન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય કક્ષાના ઉપપ્રમુખ તરીકે રાજકોટના સેવાભાવી અને અજાતશત્રુ સમાન તબીબ ડો. અતુલ પંડયા વિજેતા બન્યા છે. દેશભરનાં લાખો તબીબોએ રાજકોટના તબીબ પર વિશ્વાસ મુકી તેમને વિજેતા બનાવતાં રાજકોટ સહીત ગુજરાતભરનાં તબીબોમાં હરખની હેલી છે.
રાજકોટને પ્રથમ વખત આઇ.એમ.એ. માં રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ મળ્યું છે. ડો. પંડયા ૨૦૧૯-૨૦ ના વર્ષ માટે ઉપપ્રમુખ પદે વિજેતા બન્યા છે તેમની સાથે તેમની આખી પેનલ બહોળી બહુમતિ સાથે વિજેતા બની છે. જે આઇ.એમ.એ. ના ઇતિહાસમાં કદાચ પહેલી વખત બન્યું છે.
ડો. હિરેન કોઠારીના જણાવ્યા અનુસાર વર્ષો બાદ રાજકોટ આઇ.એમ.એ. સહીત તબીબી જગત માટે ગૌરવરુપ પળો આવી છે. રાજકોટના સેવાભાવી તબીબ ડો. અતુલ પંડયા ઇન્ડીયન મેડીકલ એસો., હેડવાર્ટ દિલ્હીના ઉપપ્રમુખ તરીબે વિજેતા બન્યા છે.
રાજકોટના તરવરીયા તબીબ ડો. અતુલ પંડયા તબીબોના રાષ્ટ્રીય કક્ષાના સંગઠનમાં ઉચ્ચપદે બિરાજમાન થતા હોય, આઇ.એમ.એ. રાજકોટ સહીત સમગ્ર તબીબી જગત માટે હરખની અવસર આવ્યો છે. આઇ.એમ.એ. હેડકવાર્ટર દિલ્હીના ઉપપ્રમુખપદે વિજેતા બનેલા રાજકોટના ડો. અતુલ પંડયા ર૮ વર્ષથી રાજકોટમાં પેથોલોજીસ્ટ છે.
આઇ.એમ.એ. હેડકવાર્ટરના સેન્ટ્રલ વકિંગ કમીટીના મેમ્બર, ગુજરાત આઇ.એમ.એ. ના પ્રમુખ,આઇ.એમ.એ. રાજકોટના પ્રમુખ, સેકેટરી અને આઇ.એમ.એ. ગુજરાતમાં વિવિધ હોદા પર સેવા આપી છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરકાર નિયુકત પૂર્વ સેનેટ મેમ્બર અને ગુજરાત મેડીકલ કાઉન્સીલમા પણ સરકાર નિયુકત મેમ્બર છે.
ડો. પંડયા તબીબ તરીકે પોતાનું સમાજ પ્રત્યેનું દાયીત્વ સુપેરે સમજી તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. લાખો લોકોના જીવ જાય છે એવા ટી.બી.ના દર્દીઓની સઘન સારવાર માટે તેમના વડપણ હેઠળ ગુજરાતભરમાં ઝુંબેશ ચાલી રહી છે.
ટી.બી.ના દર્દીને નીયમીત કોઝ મળી રહે એ માટે તેમણે ગામે ગામ અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડોટ સેન્ટરોની સાંકળ રચી ટી.બી.ના દર્દીને ઘર આંગણુ પુરતી અને સમયસરની સારવાર મળી રહે એ માટે વ્યવસ્થા ગોઠવી છે. સરકાર અને તબીબોનું સંકલન ગાઠવી આ ક્ષેત્રે નમુનારુપ કામગીરી કરી રહ્યા છે.
અબતકની મુલાકાતે આવેલ રાજકોટ આઇ.એમ.એ. ના પ્રમુખ ડો. હિરેન કોઠારી અને સેક્રેટરી ડો. પિયુષ અનડકટે હરખ સાથે ડો. અતુલ પંડયાને શુભેચ્છા આપતા તેમની કામગીરી અંગે માહીતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત આઇ.એમ.એ. ના પ્રમુખ તરીકે ડો. અતુલ પંડયાએ સમાજમાં વિઘાર્થીઓમાં વઘતાં જતાં ડિપ્રેશનના કેસ અંગે ચિંતા વ્યકત કરી ગુજરાતભરના વિઘાર્થી શાંત ચિતે ભણી શકે અને દેશ-વિદેશમાં પોતાનું પરિવારનું અને રાજયનું નામ રોશન કરી શકે એવા ઉમદા હેતુ સાથે આત્મહત્યા નિવારણ માટેના ખાસ પ્રોગ્રામ ‘જીવીશ’શરુ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત રાજયભરમાં અનેક શહેરોમાં કોલેજો, સ્કુલોમાં નિષ્ણાંત તબીબોના સેમીનારો યોજી વિઘાર્થી સાથે સંવાદ કરી તેમના પ્રશ્ર્નો જાણીને તેનું સ્થળ નિરાકરણ આપવામાં આવ્યું હતું.
ગુજરાત આઇ.એમ.એ. ના પૂર્વ ઉપપ્રમુખ ડો. ભરત કાકડીયા, ડો. એમ.કે.કોરવાડીયા, તથા વર્તમાન ઉપપ્રમુખ ડો. અમીત હપાણીના જણાવ્યા અનુસાર ડો. પંડયા આઇ.એમ.એ. ના ‚રલ હેલ્થ પ્રોગ્રામના ડાયરેકટર તરીકે ગ્રામ્ત વિસ્તારમાં સંકલન દ્વારાનિયમીત રુપે ગ્રામ્ય વિસ્તારોમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પોનું આયોજન કરી ગામડાની ગરીબ-અભણ પ્રજાને સારામાં સારી સારવાર ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
આ પ્રોગ્રામ અંતર્ગત હાલ આઇ.એમ.એ. ના તબીબો કેરલના પુરગ્રસ્ત વિસ્તારનાં અંતરીયાળ ગામોમાં સેવા આપી રહ્યા છે. તેઓ વિવિધ રોગના દર્દીઓને સારામાં સારી સારવાર ઉપલબ્ધ કરાવવા સાથે લોકો દર્દમાં સપડાય જનહી અને તંદુરસ્ત સમાજનું નિમાર્ણ થાય એ માટે વિશેષ કાર્ય કરી રહ્યા છે.
તેઓ સામાજીક સંગઠનોના સહકારથી ગામે ગામ વિવિધ રોગથી કેમ બચી શકાય એ માટે લોક જાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છે. આ માટે જે તે ક્ષેત્રના નિષ્ણાંત માણસોના લેકચર, પોસ્ટરો વગેરે દ્વારા લોકોને પુરતુ માર્ગદર્શન આપી રહ્યા છે. અને આ વિચારોને અમલમાં મુકવા સમગ્ર તબીબી જગતને સાંકળી લેવાની તેમની કુનેહ પ્રશસાપાત્ર છે.
ડો. અતુલ પંડયા આઇ.એમ.એ. ગુજરાતમાં વિવિધ હોદા પર સેવા આપ્યા બાદ હદે રાષ્ટ્રીય કક્ષાએ ૨૦૧૯-૨૦ માટે ઉપપ્રમુખપદે બિરાજમાન થશે. ઇન્ડીયન મેડીકલ એસોસીએશન એ એલોપેથીક તબીબોનું રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન છે. ૧૯૨૮ માં તેની સ્થાપના છે.
હાલ દેશભરમાં ૩૧ રાજયમાં ૧૭૦૦ થી વધુ બ્રાન્ચમાં સવા ત્રણ લાખથી વધુ તબીબો મેમ્બર છે. વિશ્વનું સૌથી મોટુ બીનરાજકીય સેવાભાવી સંગઠન છે. દેશની આરોગ્યલક્ષી પોલીસીના ઘડતરમાં તે મહત્વનો ભાગ ભજવે છે. એમ.બી.બી.એસ. અને એથી ઉપરની એલોપેથીક ડીગ્રી ધરાવતા તબીબોના આ સંગઠનની હાલ ગુજરાતમાં ૧૧૭ બ્રાન્ચ છે. જેમાં ૩ર૦૦૦ કરતાં વધુ તબીબો મેમ્બર છે.
ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા તાજેતરમાં ઇલેકશનનું આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહી ઢબે થતી આ ચુંટણી પ્રક્રિયામાં ૩ર૦૦ જેટલા નિયુકત થયેલા સેન્ટલ કાઉન્સીલ મેમ્બર દ્વારા મતદાન કરવામાં આવે છે. આ ચુંટણીમાં ૨૩૫૦ મતદારોએ પોતાના મત આપ્યા હતા જેમાંથી વિજેતા ટીમ પૈકી રાજકોટના ડો. અતુલ પંડયાને ૧૯૩૦ મત મળ્યા છે. જંગી બહુમતિથી રાજકોટના તબીબની જીત એ ભારતભરનાં તબીબો ડો. અતુલ પંડયા પર મુકવામાં આવેલા વિશ્ર્વાસને પ્રતિત કરાવે છે.
આઇ.એમ.એ. દ્વારા તબીબો સતત વિવિર રોગની વિશ્વકક્ષાની સારવારથી જાણકાર રહે એ માટે તબીબો માટે શૈક્ષણિક અને તાલીમના સેમીનારો યોજાય છે. દર્દીને સારામાં સારી સારવાર મળે એ માટે તબીબોના જ્ઞાનમાં સતત વૃઘ્ધી થતી રહે એ માટે સંસ્થા વિવિધ સેમીનાર યોજી દેશ વિદેશના જે તે રોગના નિષ્ણાંત તબીબોના લેકચર રાખે છે.
તબીબી જગતના દેશભરના નામાંકિત તબીબો વર્લ્ડ મેડીકલ એસો.ના પૂર્વ પ્રમુખ ડો. કેતનભાઇ દેસાઇ, આઇ.એમ.એ. ના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ ડો. જીતેન્દ્રભાઇ બી. પટેલ (અમદાવાદ) પૂર્વ ઉપપ્રમુખ ડો. અનિલ નાયક (મહેસાણા), ડો. પ્રફુલ દેસાઇ (નવસારી) ડો. ડી.પી. ચીખલીયા (જુનાગઢ) સંસ્થાના રાષ્ટ્રીય પૂર્વ ઉપપ્રમુખ ડો. મનસુખભાઇ કાનાણી (ભાવનગર) ડો. ભરતભાઇ ત્રિવેદી (ભાવનગર) ડો. શેૈલેન્દ્ર વોરા (અમદાવાદ) ડો. મહેન્દ્રભાઇ દેસાઇ (અમદાવાદ) સુરતના ડો. વિનોદ શાહ, ડો. પ્રજ્ઞેશ જોશી, વડોદરાના ડો. ચેતન પટેલ, ડો. મયંક ભટ્ટ, ડો. દેવાંશુ ચૌધરી (બારડોલી) ગુજરાત કેન્સર હોસ્૫િટલના ડીન ડો. કીર્તિભાઇ પટેલ, એલ.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. યોગેન્દ્ર મોદી, ડો. દેવાંશુ શુકલ (જામનગર) રાજકોટના ગુજરાત આઇ.એમ.એના પૂર્વ ઉપપ્રમુખો સર્વ ડો. એમ.કે.કોરવાડીયા, ડો. ભરત કાકડીયા, વર્તમાન ઉપપ્રમુખ ડો. અમિત હપાણી, સૌરાષ્ટ્ર યુનિ. ના મેડીકલ ફેકલ્ટીના ડીન ડો. વિજય પોપટ (જામનગર) રાજકોટ આઇ.એમ. એ. ના વરિષ્ઠ તબીબો ડો. એસ.ટી. હેમાણી, ડો. ડી.કે.શાહ, ડો. સુશીલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. સી.આર. બાલધા, ડો. સુરેશ જોષીપુરા, સંઘ ચાલક રાજકોટ મહાનગર આર.એસ.એસ. ડો. જીતેન્દ્ર અમલાણી, ગુજરાત મેડીકલ કાઉન્સીલરના ડો. ભાવિન કોઠારી, ડો. કીર્તિભાઇ પટેલ, ડો. વસંત સાપોવડીયા, ડો. દિપેશ ભાલાણી, ડો. રાજેશ તેલી, ડો. અમિત અગ્રાવત, ડો. દીલીપભાઇ પટેલ, ડો. ભાવેશ સચદે, ડો. કીરીટ દેવાણી, ડો. યજ્ઞેશ પોપટ, જુનાગઢ મેડીકલ કોલેજના ડીન ડો. એસ.પી.રાઠોડ, ડો. અજય રાજયગુરુ, ડો. હીમાશું મણીયાર, વિગેરે ડોકટર્સ અને અગ્રણીઓદ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.