ગાયનેક તબીબોની દેશના સૌથી મોટા એસોસીએશન ફેડરેશન ઓફ ઓબસ્ટ્રાકટ એન્ડ ગાયનેક સોસાયટી ઓફ ઈન્ડીયા દ્વારા તબીબી પ્રેકટીસ સાથે સામાજીક યોગદાન માટે રાષ્ટ્રીય કક્ષાએ ‘વન્ડર ફોગ્શીયન એવોર્ડ’ આપવામાં આવે છે. જેમાં આ વર્ષે રાજકોટના સીનીયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયા અને ડો. અમી મહેતાની પસંદગી કરવામાં આવી છે જે રાજકોટના તબીબી જગત માટે ગૌરવની વાત છે. આવતીકાલે મુંબઈ ખાતે ભવ્ય સમારોહમાં એવોર્ડ એનાયત થશે. એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન રાજકોટના પ્રેસીડન્ટ ડો. ચેતન લાલસેતા અને સેક્રેટરી ડો. તેજસ કરમટાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે.
ડો. ચેતન લાલસેતાના જણાવ્યા અનુસાર ગાયનેક તબીબોનાં રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન ફોગ્સી (ફેડરેશન ઓફ ઓબસ્ટ્રાકટ એન્ડ ગાયનેક સોસાયટી ઓફ ઈન્ડીયા)માં દેશભરનાં ૪૦ હજાર જેટલા તબીબો મેમ્બર છે. એસોસીએશન દ્વારા તબીબો દ્વારા પ્રેકટીસ સાથે સામાજીક જવાબદારી તથા પારિવારીક ક્ષેત્રે યોગદાન માટે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરી એવોર્ડ આપવામાં આવે છે. દેશભરનાં ૪૦ હજાર જેટલા ગાયનેક તબીબોમાંથી ફકત ૪૦ તબીબોની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે જેમાંથી રાજકોટના ૨ સીનીયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયા અને ડો. અમી મહેતાનું પસંદગી કરવામાં આવી છે. જે રાજકોટના તબીબી જગત માટે ગૌરવની વાત છે.
ડો. દર્શન પંડયા રાજકોટ-સૌરાષ્ટ્રના જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે. ડો. પંડયા ૧૯૯૪થી બે વર્ષ માટે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી ૧૯૯૬થી રાજકોટની એચ.જે. દોશી હોસ્પિટલમાં જોડાયા હતા. દોશી હોસ્પિટલમાં તેમણે ૧૦ હજારથી વધુ ક્રિટીકલ અને જટીલ ઓપરેશન સફળતાપૂર્વક કર્યા છે. ૨૦૦૪ થી તેઓએ આશુતોષ મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પિટલ (કોટેચાનગર મેઈનરોડ, કોટેચા ગર્લ્સ હાઈસ્કુલ સામે, રાજકોટ) ખાતે પ્રાઈવેટ પ્રેકટીસ શરૂ કરી છે. તેમની હોસ્પિટલ ખાતે નિયમિત રૂપે ગર્ભવતી મહિલાઓ માટે, કોલેજની યુવતીઓ માટે તથા મહિલાઓ માટે માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવે છે. ગર્ભવતીમહિલાઓ માટે ખાસ સેમીનારો યોજી ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાન રાખવા બાબતે ર્ગદર્શન આપવામાં આવે છે. કોલેજની યુવતીઓ માટે હોસ્પિટલમાં તેમજ વિવિધ કોલેજમાં તેઓ લેકચર આપી યુવતીઓની વિવિધ સમસ્યા બાબતે યોગ્ય સલાહ આપે છે. તેમજ મહિલાઓની વિવિધ સમસ્યા બાબતે નિયમિત સેમીનાર યોજી જાગૃત કરે છે. તબીબી પ્રેકટીસ સાથે સામાજીક જવાબદારી નિભાવી મહિલાઓને જાગૃત કરવા ઉપરાંત પારિવારીક જવાબદારી પણ તેઓ સુપેરે સંભાળે છે.
ડો. અમી મહેતા ૧૯૯૨માં દશાશ્રીમાળી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે જોડાયા હતા. તેમણે ટ્રસ્ટની હોસ્પિટલમાં વર્ષો સુધીસેવા આપ્યા બાદ આસ્થા હોસ્પિટલ (કરણપરા, રાજકોટ)ના નામથી પ્રાઈવેટ પ્રેકટીસ કરે છે. તેઓ ફોગ્સી રાજકોટના પૂર્વ પ્રમુખ છે. રોટરી કલબની વિવિધ સામાજીક પ્રવૃત્તિઓ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.
ફોગ્સી-રાજકોટના પ્રેસીડન્ટ તરીકે ડો. હિના પોપટ અને સેક્રેટરી ડો. હેતલ મોઢા સેવા આપે છે. તેમણે રાજકોટના ગાયનેકોલોજીસ્ટને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળતા હર્ષ સાથે જણાવ્યું છે કે, અમારી સંસ્થા દ્વારા સીનીયર ગાયનેકોલોજીસ્ટના માર્ગદર્શન હેઠળ સતત સામાજીક પ્રવૃત્તિઓ થતી રહે છે. મુંબઈ ખાતે ફોગ્સી દ્વારા યોજાનાર ભવ્ય સમારોહમાં દેશભરનાં તબીબોની ઉપસ્થિતિમાં રાજકોટનાં બંને સીનીયર ગાયનોકલોજીસ્ટને એવોર્ડ અર્પણ કરવામાં આવશે.
આઈ.એમ.એ.ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો અતુલ પંડયા, ગુજરાત આઈ.એમ.એ.ના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી, રાજકોટના ગુજરાત આઈ.એમ.એ.ના પૂર્વ ઉપપ્રમુખો સર્વ ડો. એમ.કે. કોરવાડીયા ડો. ભરત કાકડીયા, ડો. અમિત હપાણી, આઈ.એમ.એ. રાજકોટના પ્રેસીડન્ટ ઈલેકટ ડો. જય ધિરવાણી, સૌ.યુનિ.ના પી.વી.સી. ડો. વિજય દેસાણી, સૌ. યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર અને ગુજરાત મેડિકલ કાઉન્સીલના ડો. ભાવિન કોઠારી, મેડિકલ ફેકલ્ટીના ડિન ડો. વિજય પોપટ (જામનગર), રાજકોટ આઈ.એમ.એ.ના વરિષ્ઠ તબીબો ડો. એસ. ટી.હેમાણી, ડો. ડી.કે. શાહ, ડો. સુશિલ કારીયા, ડો. પ્રકાશ મોઢા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. સી.આર. બાલધા, ડો. સુરેશ જોષીપૂરા, સંઘચાલક રાજકોટ મહાનગર આર.એસ.એસ. ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. કીર્તિભાઈ પટેલ, ડો. વસંત સાપોવાડીયા, ડો. દિલીપભાઈ પટેલ, ડો. ભાવેશ સચચદે, ડો. કિરીટ દેવાણી, ડો. યજ્ઞેશ પોપટ, ડો. પિયુષ ઉનડકટ, ડો. દિપેશ ભાલાણી ડો. પારસ ડી. શાહ, ડો. અમિત અગ્રાવત, ડો. અતુલ હિરાણી, ડો. યોગેશ રાયચૂરા, ડો. હિમાંશુ ઠકકર, ડો. ચતેન લાલસેતા, ડો. તેજસ કરમટા, ડો. યોગેશ મહેતા, રાજકોટ મેડિકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવ, રાજકોટ સીવીલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનિષ મહેતા, ડો. અજય રાજયગૂરૂ, ડો. મહેન્દ્ર ચાવડા, આઈ.એમ.એ. લેડીઝ વિંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ડો. સ્વાતીબેન પોપટ, ઓન્કોલોજીસ્ટ ડો. બબીતા હપાણી, પૂર્વ ડે. મેયર ડો. દર્શિતા શાહ, એફ.પી.એ.ના ડો.કે.એમ. પટેલ, ડો. દિપક મહેતા, ડો. કિરીટ કાનાણી ડો. રશ્મી ઉપાધ્યાય, ડો. વસંત કાસુંન્દ્રા, વૈભવ ગ્રુપના વિજય મહેતા સહિત અનેક તબીબો અને અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટના તબીબી જગતને ગૌરવ અપાવનાર ડો. દર્શના પંડયા અને ડો. અમીત મહેતાને શુભેચ્છા પાઠવવામાં આવી છે.