ડો.રચિત અગ્રવાલે નીટ-પીજી અને આઈ.એન.આઈ.એસ.એસમાં દેશભરમાં પ્રથમ ઉતિર્ણ થઇ રાજકોટનું ગૌરવ વધાર્યુ
હીમેટોલોજી કુંમળી વયના બાળકો અને વયો વૃદ્ધમાં સવિશેષ જોવા મળે છે
કુંમળી વયનાં બાળકો અને વ્યો વૃદ્ધમાં જોવા મળતા હીમેટોલોજી રોગની સારવાર સમયસર જરૂરી છે.જયારે ગુજરાતમાં હીમેટોલોજિસ્ટ સુપરસ્પેશિયાલિસ્ટની સઁખ્યા નહિવત છે.ત્યારે રાજકોટના ડો.રચિત અગ્રવાલે હીમેટોલોજિસ્ટ બની સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.ડો.રચિત્તે સૌપ્રથમ પીડીયું મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ બન્યા હતા બાદ અમદાવાદ બી.જે મેડિકલ કોલેજમાં એમ.ડી જનરલ મેડિસિનનો અભ્યાસ કર્યો હતો.
ઉપરાંત તેમને નીટ-પીજી અને આઈ.એન.આઈ એસ.એસમાં દેશ ભરમાં પ્રથમ ઉતણીય થઇ રાજકોટનું ગૌરવ વધાર્યુ હતું.હાલ તેઓ દિલ્લી એમ્સમાં હીમેટોલોજિસ્ટના સ્પેશિયાલિસ્ટ તરીકે અભ્યાસ કરી અને સૌરાષ્ટ્રમાં સેવા આપવા તત્પર છે.ડો.રચિત અગ્રવાલે ’અબતક’ સાથેની ખાસ વાતચીતમાં હીમેટોલોજી વિષે માહિતી આપી હતી.
પ્રશ્ન: હીમેટોલોજી એટલે શું?
જવાબ: હીમેટોલોજીએ મેડિકલ સાયન્સનો એક એવો ડિપાર્ટમેન્ટ છે. કે, રક્તના તમામ રોગો સાથે સંકળાયેલો છે.જે બિનાયડ ડિસઑડર અને મેલિકોન ડિસઑડર હોઈ શકે છે.બિનાયડડિસઑડર જેમકે નાના બાળકોમાં થતા રોગો જેવા કે થેલેસીમિયા,સીકોનસેલ અનીમીઆ અને હીમોફીલિયા જેવા રોગ હોઈ છે.હીમોફીલિયા રોગમાં જો કોઈ પણ જગ્યાએ કઈ વાગે તો ત્યાંથી વધુ પડતું રક્ત વહેવા લાગે છે.મેલિકોન ડિસઑડર વિશે જણાવવામાં આવે તો તેમાં લ્યુકીમિઆસ,લ્યુકોમફયાસ અને મલ્ટીપર માયલોમીયા આ બધામાં રોગોની ટ્રીટમેન્ટ હીમેટોલોજીસ દ્વારા કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, હીમેટોલોજીસના સ્પેશિયાલિસ્ટ ગુજરાતમાં દર્દીઓના પ્રમાણમાં ઘણા ઓછા પ્રમાણમાં છે.
પ્રશ્ન: હીમેટોલોજી રોગ એ ક્યાં ઉંમરના લોકોને વધુ થઇ શકે છે?
જવાબ: હીમેટોલોજી રોગ નાના બાળકોમાં પણ અને વૃદ્ધ લોકોમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે.નાના બાળકોમાં મેં આપને જણાવ્યું એ પ્રમાણે થેલેસીમિયા,સીકોનસેલ અનીમીઆ અને હીમોફીલિયામાં જોવા મળે છે ત્યારે એવી જ રીતે વૃદ્ધ લોકોમાં માયલોમા અને ક્રોનીલ્યુકીમાંસમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.જેથી આ બધા રોગોની સારવાર માટે હીમેટોલોજીસના સ્પેશિયાલિસ્ટની જરૂર પડે છે.
પ્રશ્ન: હીમેટોલોજીમાં પેટા રોગો ક્યાં ક્યાં છે.?
જવાબ: હીમેટોલોજીમાં ત્રણ પ્રકારના ડિસઑડર હોઈ છે જેમાં (1)આરબીસી ડિસઑડર (2)પ્લેટલ્ટ ડિસઑડર(3)ડબ્લ્યુ બીસી ડિસઑડર
જેમા પ્રથમ આરબીસી ડિસઑડરને અનીમ્યાં કહેવામાં આવે છે.જેના પણ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે,ન્યુટ્રીસ્ટન ડેફિસિનલથી અને બોનમેરોમાં ડિસઑડરથી અનીમ્યાં એટલે આરબીસી ડિસઑડર થઇ શકે છે.જયારે પ્લેટલ્ટ ડિસઑડરમાં પ્લેટલ્ટ અથવા તો ક્લોટિંગ ફ્લેક્ટ્સ બરાબર રીતે કામ ન કરી શકે તો તેના કારણે બ્લીડીગ થવાની શક્યતા વધુ હોઈ છે.જેથી શરીરમાં લોહીની ગાંઠો બની શકે છે.અને ડબ્લ્યુ બીસી ડિસઑડરમાં લ્યુકીમિઆ અને લિનફોમીંયાસના કારણે રોગ થવાની શક્યતા રહે છે.
પ્રશ્ન:હીમેટોલોજિની ટ્રીટમેન્ટ શુ ? અને કેટલા સમય માં આ ટ્રીટમેન્ટ થઈ શકે
જવાબ: જે ટ્રીટમેંટ છે તે કયો ડિસઑડર છે માણસની ડાયટરી હેબિટ્સને બદલી ને સામાન્ય દવા લઈ ને એની ટ્રીટમેન્ટ થઈ શકે છે જો સિરિયસ ડિસઑડર હોય તો એડવાન્સ ટ્રીટમેન્ટ ની જરૂર પડે છે જેમ કે કિમોથેરાપી,ઇમ્યુનોથેરાપી ,બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન આવા બધા ટ્રાન્સપ્લાન્ટટેસન ટ્રીટમેન્ટથી થઇ શકે છે
પ્રશ્ન: ઘણા લોકોને ખ્યાલ પણ નથી કે હીમોટોલોજી એટલે શું? તો દર્દી ની શુ સ્થિતિ થાય છે.
જવાબ: જેમ કે અનીમ્યાં જેવી સાધારણ બીમારી હોયતો વધારે પડતું થાકી જવું ,શ્વાસ ચડવો આવા લક્ષણો આવે છે.જે મેડિકલ સાયન્સમાં હીમેટોલોજિ કહેવાય છે.જો આવા પડતા લક્ષણો વધુ રહેતા હોઈ તો સમયસર નીશ્રાન્તની સલાહ લેવી અનિવાર્ય છે.
પ્રશ્ન: કુલ કેટલા પ્રકાર ની ટ્રીટમેન્ટ હીમેટોલોજીમાં આપવામાં આવે છે ?
જવાબ: હીમેટોલોજીમાં ચાર પ્રકારની સારવાર આપવામાં આવે છે.જેવી કે,કિમોથેરાપી,ઇમ્યુનોથેરાપી ,બોનમેરો, રેડિયોથેરાપી અને સામાન્ય રીતે જે સિમટમ્સ માં સામાન્ય દવાઓ લઈ ને પણ સારવાર થઈ શકે છે
પ્રશ્ન: હીમોટોલોજિસ્ટનો કયારે આગ્રહ રાખવામાં આવે છે.?
જવાબ: વધારે થાક લાગવો , કોઈ કારણ વગર તાવ આવવો ,ભૂખ ન લાગવી ,શ્વાસ ચડવો, અમુક જગ્યા પરથી લોહી પડવું અથવા તો શરીર માં કોઈપણ જગ્યા પર કારણ વગર લોહી ની ગાંઠ થવી જો આ બધા લક્ષણ જોવા મળે તો તુરંત હીમેટોલોજીસટની સલાહ લેવી અનિવાર્ય છે.
પ્રશ્ન: કોરોનાની પરિસ્થિતિમાં હીમોટોલોજિસ્ટની ભૂમિકા કેટલી મહત્વની ?
જવાબ: કોરોનોમાં હીમોટોલોજિસ્ટની મહત્વની ભૂમિકા હોઈ છે.જેમાં દર્દીને પ્લેટલેટ એકદમ ઓછા થઈ જવા ડબ્લ્યુબીસી કાઉન્ટ ઓછા થઈ જવા ફેફસામાં ગઠ્ઠા થઈ જવા આબધી પરિસ્થિતિ માં હીમોટોલોજિસ્ટની ભૂમિકા જરૂરી છે.