ડો. બાબાસાહેબ આંબેડકરને આજે મહામાનવ બંધારણના ઘડવૈયા, દલિતોના મસીહા તરીકે ઓળખવામા: આવે છે. પણ વિશ્ર્વભરના જે કોઇની માનવવાદી તરીકેની ગણના કરવામાં આવે તો તેમાં ડો. બાબસાહેબનું સ્થાન અજોડ છે.

માનવીનો મુળભૂત અધિકાર એવો અધિકાર છે જે દરેક માનવીને જન્મથી પ્રાપ્ત થાય છે. ભલે પછી તે રાષ્ટ્રીયતા સ્થાન, લીગ ધર્મ ભાષા કે અન્ય કોઇપણ પદ કે સ્થિતિ સંબંધીત કેમ ન હોય પણ કોઇપણ ભેદભાવ વિના સમાજ‚પે આપણા માનવ અધિકારના હકદાર છીએ. જયારે જયારે મનુષ્ય સમાજના પાયાના અધિકારો હકકો ‚ધવામાં પ્રયાસો થયા છે. ત્યારે એજ મનુષ્ય સમાજના સામાજીક ક્રાન્તીકારીઓએ અવાજ બુલંદ કરીને સામાજીક ક્રાન્તી કરી છે.

અસ્પૃશ્ય હોવાથી ખુદ ડો. આંબેડકર બચપણથી લઇને જીવનના અતિમ દાયકા સુધી વાંરવાર સામાજીક અન્યાયોના ભોગ બનતા આવ્યા છ

કલકતાના અગ્રેજ રેલવે અધિકારીને ત્યાં જમવા ગયા તો એક અછુતને જમવા બોલાવ્યો તેમ કહીને અધિકારીના રસોયાઓ નોકરી છોડીને જતા રહ્યા. ભારતના છેલ્લા ગર્વનર બોર્ડ માઉન્ટબેટન સાથે જથન્નાથપુરીના મંદીરે ગયેલા ત્યાં પણ પુજારી એ અછુત હોવાના કારણે મંદીરની અંદર જતા અટકાવેલા, વિધર્મી માઉન્ટબેટન સામે વાંધો ન હતો.

અછુતો જાહેર માર્ગો પર ચાલી ન શકતા મંદીરોમાં જઇ શકતા ન હતા. આવા અન્યાયો સામે ડો. આંબેડકરના મનમાં ક્રાન્તીની આહલેક બચપણથી જન્મી હતી. જે અસમાન જાતિગત વ્યવસ્થા સામે બળવાનો ઝંડો ડો. આંબેડકરે ઉપાડેલો જે તેમની અનુભવ જન્યપીડા હતી.

અમેરીકાના બંધારણમાં (૧૭૭૭) અને ફ્રાન્સ ની ક્રાન્તી (૧૭૮૯) ના પાયામાં સમાનતા અને માનવ અધિકારોના ખ્યાલો હતા. જેથી સમગ્ર વિશ્ર્વમાં માનવઅધિકારો પર બોલતા થયા. અબ્રાહમલીંકને ગુલામપ્રથા નાબુદ કરી કાળાઓને સમાનતાના માનવઅધિકારોનું જીવનપ્રદાન કર્યુ. કાળા-ગોરાના ભેદની લડાઇના સંઘર્ષમાં ડો. માર્ટીન લ્યુથરકિંગે શહિદી વહોરી, તેમજ બુકર ટી.વોશિંગટને માનવ અધિકારો માટે આંદોલન ચલાવ્યા આ બધી ઘટના ઓ ડો. આંબેડકરના મનમાં કોલબીયા યુનિવસીર્ટી (ઇંગ્લેન્ડ) ના અભ્યાસ કરતા ત્યારે અનુભવી. અને ત્યારથી જ ભારતમાં અછૂતો-પછાતો અને નારી સમાજ માટેના મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાપવાની નેમ લીધી.

ડો.આંબેડકરે ભારતીય નાગરીકોને બંધારણમાં કેટલાક મહત્વપૂર્ણ હકકો આપ્યા છે. આવા બધા હકકોમાં સૌથી મહત્વપૂર્ણ છે. મૌલિક કે મૂળભૂત અધિકારો કારણ કે, મૂળભૂત અધિકારોનું જયારે હનન થાય છે કે, તેના પર તરાપ મરાય છે. ત્યારે મૂળભૂત અધિકારોની સુરક્ષા માટે ન્યાયાલયમાં દાદ માગી શકાય છે.

માનવ અધિકારોનું વૈશ્ર્વિક ઘોષણાપત્રનો ૧૯૪૮ માં સંયુકત રાષ્ટ્રસંઘની સાધારણ સભા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો. માનવ અધિકારનું વૈશ્ર્વિક ઘોષણાપત્ર એવો પ્રથમ પ્રયાસ ગણાય છે. જે આંતર રાષ્ટ્રીય સ્તરે પૃથ્વીરના સમગ્ર માનવજાતિના અધિકારને સહિતાબઘ્ધ કરે છે. અને તેનું રક્ષણ કરે છે.

આંબેડકર ચળવળના પાયામાં તમામને સમાન અધિકારો અને સામાજીક ન્યાય છે. એટલે જ કહી શકાય કે, ડો. આંબેડકર માનવજગતના ઇતિહાસમાં સમાનતા, સ્વતંત્રતા અને માનવીય અધિકારોના ખરા અર્થમાં હિમાયતી હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.