સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હાલના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણની યર્મ આગામી ૨૫મી ફેબ્રુઆરીના રોજ પૂરી થતી હોવાથી નવા કુલપતિની પસંદગી કરવા માટે રચાયેલી સર્ચ કમીટીની બેઠકનો ધમધમાટ શરૂ છે. ગઈકાલે આને લઈને અમદાવાદ ખાતે સર્ચ કમીટીની બેઠક મળી હતી. જેમાં અનેક વિધ નામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
યુનિવર્સિટીનાં વર્તુળમાંથી મળતી માહિતી મુજબ આ વખતે કુલપતિની રેસમાં લગભગ ૨૨ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. જેમાં લગભગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણને વધુ એક ટર્મ માટે રીપીટ કરવામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. અને આ ઉપરાંત પણ અન્ય બીજા ઘણા નામો કુલપતિની રેસની યાદીમાં સામેલ છે. જેમાં ભરત રામાનુજ, કમલ ડોડીયા, ડો.ભાવીન કોઠારી, ડો.ગીરીશ ભીમાણીનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ શોધવા માટે બનેલી સર્ચ કમીટીની બેઠકમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનાં કુલપતિ ડી.એ. પ્રજાપતિ, જોઈન્ટ ઓફ બોર્ડ વાઈસ ચાન્સેલરના પ્રતિનિધિ તરીકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અગાઉ પણ એક સર્ચ કમીટીની બેઠક મળી હતી અને ગઈકાલે બીજી બેઠક અમદાવાદ ખાતે મળી હતી સર્ચ કમીટીની બેઠકમા જે નામ પર પસંદગી કરવામાં આવશે. તેનો રીપોર્ટ ગવર્નર સમક્ષ રજૂ કરવામાં આવશે અને થોડા જ દિવસોમાં ગવર્નર નવા કુલપતિના નામની જાહેરાત કરશે.