કામગીરીના મુદ્દે વિવાદોમાં ઘેરાયેલા સ્મૃતિ ઈરાની પાસેી માહિતી અને પ્રસારણ ખાતુ છીનવાયું: મોદી મંત્રી મંડળમાં મોટા ફેરફારની શરૂ આત
રેલવે પ્રધાન ડો.પિયુષ ગોયલને નાણા મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. જયારે માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની પાસેની માહિતી ખાતુ આંચકી રાજય કક્ષાના મંત્રી તરીકે કામ કરતા રાજયવર્ધનસિંહ રાઠોડને સોંપવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની કામગીરીના મુદ્દે સતત વિવાદોમાં ઘેરાયેલા રહેવાના કારણે તેમને આ ખાતાથી હાથ ધોવા પડયા છે.
કેન્દ્રીય મંત્રી મંડળમાં મોટાપાયે ફેરફાર વાના એંધાણ છે. આગામી ૨૬ના રોજ મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ વાના છે ત્યાં જ કેબીનેટમાં મોટા પ્રમાણમાં ફેરફાર વાના સંકેત મળ્યા છે. નાણા ખાતુ કામ ચલાવ ધોરણે પિયુષ ગોયલને ફાળવવામાં આવ્યું છે. તેમની પાસે હવે રેલવે મંત્રાલય ઉપરાંત નાણા મંત્રાલયનો પણ કામચલાઉ ચાર્જ રહેશે.
માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની હવે માત્ર કાપડ મંત્રાલય સંભાળશે. નાણા પ્રધાન અરૂણ જેટલી સંપૂર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તેમનો ચાર્જ ડો.પિયુષ ગોયલ સંભાળશે. પિયુષ ગોયલ પાસે માઈનીંગ મામલે સુપ્રીમના ચુકાદા બાદ થયેલા વિવાદોના ઉકેલની જવાબદારી સૌપ્રમ આવી પડી છે. ત્યારબાદ પાવર સેકટરમાં પણ અનેક મુશ્કેલીનો સામનો તેમને કરવાનો રહેશે. પિયુષ ગોયલને રેલવેમાં કેટલાક અકસ્માતો બાદ રેલ ભવનમાં નાખી દેવાયા હતા. તેમણે રેલ અકસ્માતો પાછળ બ્યુરોક્રેશી પાછળનો વાંક હોવાનો બચાવ કર્યો હતો. જો કે હવે તેમની જવાબદારી બેવડાઈ ગઈ છે. અનેક પડકારોનો સામનો તેમને આગામી સમયમાં કરવો પડશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com