કાલે અજરામર સંઘમાં સાધ્વી રત્ના પૂ. ધીરતાજી મ.સ. આદિ ઠાણા ૩ પણ પધારશે અને ચતુર્વિધ સંઘનું મિલન થશે
લીંબડી અજરામર સંપ્રદાયના ડો.પૂ.નિરંજન મુનિ મ.સા.તથા પૂ.ચેતનમુનિ મ.સા.( બંધુ બેલડી)નું રાજકોટમાં આવતી કાલે બુધવારે મંગલ પદાર્પણ થશે.
ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી, સ્થા. જૈન મોટા સંઘ (વિરાણી પૌષધ શાળા)ના મંત્રી હિતેશભાઈ બાટવીયા, અજરામર સંઘના પ્રમુખ મધુભાઈ ખંધાર, ટ્રસ્ટી એડવોકેટ કમલેશભાઈ શાહ, કિરીટભાઈ સંઘવી, જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા, કુલદીપભાઈ દોશી, વૈયાવચ્ચ પ્રેમી નવીનભાઈ મહેતા, લલિતભાઈ દોશી વગેરે ભાવિકોએ આજે છત્તર ગામમાં દશેન – વંદનનો લાભ લઈ રાજકોટ પધારવા વિનંતી કરી.
કાલે અજરામર સંઘમા સાધ્વી રત્ના પૂ.ધીરતાજી મ.સ.આદિ ઠાણા ૩ પણ પધારશે અને ચતુર્વિધ સંઘનું મીલન થશે…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી ડો.પૂજ્ય નિરંજનમુનિ મ.સા.તથા પૂ.ચેતન મુનિ મ.સા. (બંધુ બેલડી)નું ચાતુર્માસ જેતપુર મુકામે છે. તેઓ મોરબીથી વિહાર કરી ટંકારા તાલુકાના છત્તર ગામમાં પધારેલ.તેઓશ્રીના દશેન – વંદન કરવા રાજકોટના અગ્રણીઓ છત્તર ગામ ગયેલ અને શેષકાળમાં રાજકોટને મહત્તમ લાભ આપવા વિનંતી કરેલ.પૂજ્ય ગુરુદેવે સાનુકૂળ પ્રતિભાવ આપેલ.૯ વર્ષ બાદ રાજકોટ ધર્મનગરીમાં મંગળવારે સુશ્રાવિકા કિંજલબેન દોશીના નિવાસ સ્થાને પુનિત પગલાં કરશે અને કાલે અજરામર સંઘમાં મંગલકારી પદાર્પણ કરવાના શુભ ભાવ ધરાવે છે.
રાજકોટ અજરામર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ૨૦૧૧માં પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીના કેન્દ્રિય એવમ્ પાવન સાનિધ્યમાં રાજકોટના સંઘવી પરિવારના એક સાથે ચાર-ચાર હળુ કર્મી આત્માઓના દીક્ષા પ્રસંગે ડો.પૂ.નિરંજનમુનિ મ.સા.તથા પૂ.ચેતનમુનિ મ.સા.( બંધુ બેલડી)નો શુભ લાભ પ્રાપ્ત થયેલ. ત્યારબાદ ૯ વર્ષબાદ બંધુ બેલડી પૂ. ગુરુદેવડો.પૂ.નિરંજનમુનિ મ.સા. તથા પૂ.ચેતનમુનિ મ.સા.રાજકોટ ધમેનગરીમાં અજરામર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પધારી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે પૂ.ડો. નિરંજન મુનિ મ.સા.જૈન શાસ્ત્રોના ગહન અભ્યાસી અને વિદ્ઘાન સંત છે.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે તેઓએ ” જૈન અને અજૈન તપસ્યા તુલનાત્મક અધ્યયન ” ઉપર મહા નિબંધ લખી ડોકટરેટ ની પદવી પ્રાપ્ત કરેલ છે.
આ ઉપરાંત જૈન તત્વ સાર સહિત અનેક ધાર્મિક પુસ્તકોનું આલેખન કરેલ છે.તેઓની પ્રેરણાથી માસિક મુખપત્ર”જ્ઞાનાંજન” પ્રકાશીત થઈ રહેલ છે. તેઓ કાયમી તપસ્વી છે.તેઓને સતત નાની મોટી તપશ્ચર્યાની આરાધના ચાલતી હોય છે. સાડા ત્રણ દાયકા પૂર્વે તેઓએ કચ્છના બીદડાની ધન્ય ધરા ઉપર પૂ.ગુરુદેવ ચુનીલાલજી મ.સા.ના મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણી સંયમ જીવન અંગીકાર કરેલ.
ડો.પૂ.નિરંજનમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અજરામર એકટીવ એસોર્ટસ ગ્રુપ દ્રારા માનવતા- જીવદયા સહિત અનેક સેવાના સદ્દકાર્યો થઈ રહ્યા છે. *કોરોના મહામારી વિશે તેઓએ જણાવ્યું કે સામૂહિક કર્મોના ઉદયને મહાત કરવા ધમે શક્તિને કામે લગાડવી જરૂરી છે.ઈતિહાસ સાક્ષી છે કે કમે શકિત સામે ધમે શકિતનો અચૂક વિજય થાય છે. ભૂકંપ સંદર્ભે તેઓએ કહ્યું કે પંચમ આરો દુ:ખથી ભરેલો છે.હિંમત રાખી પ્રભુ ભકિતમય રહેવાથી પરમ શાંતિ મળશે.માનવ ભવ એ ભૂલોને સુવારવાનો સૂવણે સમય છે.
લોકડાઉન સમય દરમ્યાન પૂ.ગુરુદેવની પ્રેરણાથી અનેક સેવા કાર્યો કરવામાં આવેલ,જે અવિરત ચાલુ જ છે.
ડો. પૂ.નિરંજનમુનિ મ.સા. ( બંધુ બેલડી)નું ગત ચાતુર્માસ મુંબઈ જોગેશ્ર્વરી સંઘમાં હતું.આગામી ચાતુર્માસ જેતપુર મુકામે નકકી થયેલ છે.
અજરામર સ્થાનકવાસી જૈન સંઘ,રાજકોટના આંગણે બે દિવસ સ્થિરતાના ભાવ રાખે છે.
પૂ.ગુરુદેવ નિરંજન મુનિ મ.સા.ની સુચનાથી કોરોનાના કારણે અન્ય કોઈ સ્વાગત કાયેક્રમ રાખેલ નથી.
સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ સાથે ભાવિકોને દશેનનો લાભ લેવા અજરામર સંઘની યાદીમાં જણાવાયું છે.