જબ પૂરબ સે મિલે પશ્ર્ચિમ…
શીલ્લોંગ, મેઘાલયની ‘લેડી કિઅન કોલેજ’ના આઈક્યુએસી દ્વારા તેમની કોલેજના અધ્યાપકોને પ્રશિક્ષિત કરવા અંગે દ્વિ-દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યશાળાના સમગ્ર આયોજન માં અંગ્રેજી ભવનના અધ્યક્ષ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના આર્ટસ ફેકલ્ટીના ડીન તેમજ ભાવનગર યુનિ.ના ડિજિટલ ઇન્ડિયા સેલના કોઓર્ડિનેટર ડો. દિલીપ બારડની સેવા લેવામાં આવી હતી.
સમગ્ર કાર્યશાળાની રૂપ રેખા તૈયાર કરવામાં તેમજ મુખ્ય રેસોર્સ પર્સન તરીકે ડો. દિલીપ બારડને શીલ્લોંગ, મેઘાલયની આ કોલેજ દ્વારા આમંત્રિત કરવામાં આવેલ હતા. આ ઓનલાઇન પ્રશિક્ષણ શિબિરમાં મેઘાલયના આશરે ૭૫ અધ્યાપકો જોડાયા હતા. બે દિવસની શિબિરમાં ભારતના પશ્ચિમ છેડાના રાજ્ય, ગુજરાતના ભાવનગર ની યુનિ ના અંગ્રેજી ભવનમાંથી, છેક ભારતના પૂર્વી છેડે આવેલ મેઘાલયના અધ્યાપકોને ટેકનોલોજીના માધ્યમથી જોડી, ઓનલાઈન શિક્ષણ માટે પ્રશિક્ષિત કરવાનો આ પહેલો બનાવ હશે. આ ઓનલાઇન પ્રશિક્ષણ શિબિરમાં મેઘાલયના અધ્યાપકોને કોન્ટન્ટ મેનેજમન્ટ સિસ્ટમ, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, લાઈવ ટીચિંગ, વિડિઓ રેકોર્ડિંગના નવા વિકલ્પો દ્વારા અસરકારક ઓનલાઇન શિક્ષણ માટે તૈયાર કરવામાં આવેલ હતા.
આ કોરોના લોકડાઉનમાં શાળા કોલેજો બંધ રહેતા શિક્ષકોમાં ઓનલાઇન શૈક્ષણિક કાર્યને સુદ્રઢ બનાવવા માટેના ઉત્તમ વિકલ્પો અને અભિનવ વિચારો જાણવાની ભૂખ ઉઘડી છે. આ સમયે યુનિ ના ડિજિટલ ઇન્ડિયા સેલના કોઓર્ડિનેટર દિલીપ બારડ દ્વારા મેઘાલયના અધ્યાપકો ઉપરાંત ચેન્નાઇ, તામિલનાડુના અધ્યાપકોને પણ આ રીતે પ્રશિક્ષિત કરેલા છે. તેઓએ મ. કુ. ભાવ. યુનિ સાથે જોડાયેલી કોલેજના ૪૦૦ અધ્યાપકોને પણ એક સપ્તાહના ઓનલાઇન પ્રશિક્ષણ શિબિરમાં ટ્રેનિંગ આપી હતી.