ડો. નીમાબેન આચાર્યએ જૈનના શાશ્વત મૂલ્યોની આધુનિક વિશ્ર્વમાં કેટલી અગત્યતા જણાવી હતી
રાજસ્થાન ચુરૂ જીલ્લા સ્થિત તલ છાપર ખાતે આવેલ સુપ્રસિધ્ધ જૈન તીર્થ તેરાપંથ ઘર્મ સંધની અધ્યક્ષ્ા ર્ડા.નીમાબેન આચાર્યએ મુલાકાત લીધેલ હતી. ત્યાં મોટી સંખ્યામાં જૈન સાઘુઓ, સાધ્વીઓ, શ્રાવકો, સાધકો તથા અન્ય ભક્ત સમુદાયે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને યુગપ્રધાન મહાન તપસ્વી આચાર્ય પ્રવર અને મહા શ્રમણજીની પાવનકારી નિશ્રાનો અભૂતપૂર્વ લાભ મેળવ્યો હતો.
રાજસ્થાન રાજયના જૈન સમાજના સંતવર્ય આચાર્ય પ્રવર ની આધ્યાત્મિક અનુભૂતિ અને અનુભવ તથા તપસ્વી વાણી અને બોઘથી આગામી વર્ષ : 2024માં ગુજરાતમાં આવીને ચાતુર્માસનો લાભ આપવા માન. અધ્યક્ષા એ પૂજય ના ચરણોમાં સાદર નિવેદન કરેલ હતું કચ્છ ભારતનો સૌથી મોટો જીલ્લો હોઈ તથા જીલ્લામાં જૈન સમાજનો વિશાળ સમુદાય હોઈ કચ્છની ધરાને પૂજય ના ચરણ કમળની પ્રેરક ઉપસ્થિતીથી પાવન કરવા અધ્યક્ષા ર્ડા. નીમાબેન આચાર્યએ આગ્રહભરી વિનંતી કરેલ હતી. પ્રાસંગિક ઉદબોઘન કરતાં ર્ડા.નીમાબેન આચાર્યએ જૈન દર્શનના શાશ્વત મૂલ્યો જેવા કે અહિંસા,દયા,કરૂણા, મૈત્રી, ઉદારતા વગેરેની આધુનિક વિશ્વમાં કેટલી અગત્યતા છે