વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ડો. નીમાબહેન આચાર્ચની વરણી કરવામાં આવી હતી. આજે ધારાસભ્યોને તેઓ શપથ લેવડાવે એ પહેલા તેમને રાજ્યપાલ ઓપી કોહલીએ 14મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ચીફ સેક્રેટરી જે એન સિંઘ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના હાજર રહ્યા હતા.
રાજ્યપાલે જાહેરનામું બહાર પાડી વરણી કરી હતી
16 જાન્યુઆરીએ ડો. નીમા આચાર્ચને પ્રોટેમ સ્પીકર નીમાયા હતા. વિધાનસભાના કાયમી અધ્યક્ષની વરણી ન થાય ત્યાં સુધી ડો. નીમાબહેન વિધાનસભાના પ્રોટેમ સ્પીકર રહેશે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ એક જાહેરનામા દ્વારા આ વરણી કરી હતી. ત્યારે પ્રોટેમ સ્પીકર આચાર્ય ચૂંટણી જીતેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રી, વિરોધ પક્ષના નેતા સહિતના સત્તારૂઢ પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોનો સમાવેશ થાય છે.