કોમી એકતાનું અદભુત ઉદાહરણ
મુસ્લિમ મહિલાએ સગર્ભાવસ્થા દરમિયાન હિન્દુ ધર્મ સંસ્કૃતિનો અભ્યાસ કર્યો
પુત્રના જન્મથી અમને નવું જીવન મળ્યું: આર્મીમેન ગજેન્દ્રસિંહ, શ્રઘ્ધા હોસ્પિટલ ખાતે વ્યંધત્વ નિવારણની વિવિધ પઘ્ધતિઓ ઉપલબ્ધ
શહેરના મુસ્લિમ અફસાના બહેને હિન્દુ દંપતિ, એક સૈનિકને ત્યાં પારણું બંધાય એ માટે સરોગેટ મધર બન્યા અને કોમી એકતાનું જવલંત ઉદાહરણ પુરુ પાડયું છે. જે આપણા સૌ માટે દેશ માટે ગૌરવની વાત છે.
રાજકોટની પ્રખ્યાત ‘માઁ ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર ’ (શ્રઘ્ધા હોસ્પિટલ, ઇન્દિરા સર્કલ, 1પ0 ફુટ રીંગ રોડ, રાજકોટ) ના ડોકટર ભાવેશ વિઠલાણીના જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન આર્મીના પૂર્વે સૈનિક ગજેન્દ્રસિંહને ત્યાં આઇ.વી.એફ. પઘ્ધતિથી આધેડ વયે સંતાન પ્રાપ્તિ થતા સૈનિક પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
ગજેન્દ્રસિંહના પત્નીની ઉમર વધુ હોય અને શારીરિક અને માનસીક સ્થિતિને ઘ્યાનમાં રાખી આ કેસમાં ડોકટર ભાવેશ વિઠલાણીએ સરોગેટ મધરની તલાશ કરવાનું નકકી કર્યુ હતું. આ દંપતિના સદભાગ્યે એક મુસ્લિમ મહિલા સરોગેટ મધરની તલાશ કરવાનું નકકી કર્યુ હતું. આ દંપતિના સદભાગ્યે એક મુસ્લિમ મહિલા સરોગેટ મધર બનવા માટે તૈયાર થઇ હતી. એક મુસ્લિમ મહિલા હિન્દુ દંપતિને સંતાન સુખ આપવા આગળ આવેલ એ વાત હાલના માહોલમાં ખુબ સરાહનીય કહી શકાય, મુસ્લિમ મહિલાએ આ બાબતે હિન્દુ-મુસ્લિમ જેવા બંધનો ફગાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડયું છે.
ત્યારબાદ ડોકટર વિઠલાણી દ્વારા આઇ.વી.એફ. પઘ્ધતિ દ્વારા સંતાન પ્રાપ્તિ માટે સારવાર શરુ કરવામાં આવી હતી અને ટેસ્ટ ટયુબમાં ગર્ભ વિકસિત થયા બાદ તેને સરોગેટ મધરના ઉંદરમાં સ્થાપિત કરેલ, પ્રથમ પ્રયત્ને જ ખુબ સારુ પરિણામ મળતા ગત તા. ર1 ઓગષ્ટ 2020 ના રોજ પુરા મહિને પૂર્વે સૈનિક દંપતિને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થયેલ અને તેઓના પરિવારમાં ફરીથી ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો.
અફસાના બહેનના જણાવ્યા પ્રમાણે પોતે કોઇ પ્રોફેશનલ સરોગેટ મધર નથી. પરંતુ એક સૈનિક પરિવારને ત્યાં દુ:ખમાંથી ખુશીઓ રેલાય તે માટે સરોગેટ મધર બનવાનું નકકી કર્યુ હતુ અને આ સમયગાળા દરમિયાન ફકત શાકાહારી ખોરાક જ લીધો હતો. હિન્દુ ધર્મ સંસ્કૃતિને જાણવા માટે ગુગલ તથા યુ ટયુબ નો ઉપયોગ કરી ગર્ભ સંસ્કારનું જ્ઞાન મેળવ્યું હતુ. આ સાથે સ્વસ્થ બાળક આવે તે માટે માનતાઓ પણ રાખેલ હતી અને સાથો સાથ પ્રાર્થનાથી માંડીને સગર્ભાવસ્થાના દરેક તબકકે સગી જનેતાની જેમ સવિશેષ ઘ્યાન આપી તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો.
ડો. ભાવેશ વિઠલાણીએ સન 1999માં એમ.ડી. ગાયનેક એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી એશિયાની મોટામાં મોટી કીડની હોસ્પિટલ, અમદાવાદ ખાતે 3 વર્ષ વંઘ્યત્વ, એન્ડો સ્કોપી, હાઇ રીસ્ક પ્રેગનન્સી ડિપાર્ટમેન્ટમાં આસી. પ્રોફેસર તરીકે સેવા આપી ર003થી રાજકોટ ખાતે પ્રાઇવેટ પ્રેકટીસ શરુ કરીલ સાલ 2006 થી શ્રઘ્ધા હોસ્પિટલ, ઇન્દીરા સર્કલ, 1પ0 ફુટ રીંગ રોડ, રાજકોટ ‘મૉ’ ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર નો શુભારંભ કર્યો હતો.
તેઓ ર1 વર્ષની ઝળહળતી સફળ કારકીર્દીમાં 30,000 થી વધુ નિ:સંતાન દંપતિઓના ઘરે સંતાન પ્રાપ્તિમાં સહભાગી બનયા છ.
વીર્યના જંતુઓને શુક્રપિંડમાંથી મેળવવાની અલગ અલગ પઘ્ધતિ, ઇન્ટયુટરાઇન ઇન્સેમીનેશન, ડોનર સ્પર્મ આઇ.યુ.આઇ. એન્ડોસ્કોપી, ફોર ડી સોનોગ્રાફી, કલર ડોપ્લર સોનોગ્રાફી, જેવી દરેક આધુનિક સારવાર ડો. ભાવેશ વિઠલાણી શ્રઘ્ધા હોસ્પિટલ, ‘મૉ’ ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર ખાતે ઉપલબ્ધ છે.
આ અંગે વિગતવાર માહીતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી. પ્રેસ કોન્ફરન્સની આભાર વિધિ ડો. કોમલ વિઠલાણીએ કરી હતી.