પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત, ડો.મુકુંદ મહેતા અને ૧૪ લાફીંગ કલબના ક્ધવીનરોનું કરાયું સન્માન
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત તથા રાજકોટની લાફીંગ કલબ કમીટીના ઉપક્રમે અમદાવાદના પેથોલોજીસ્ટ અને ફીટનેસ સ્પેશ્યાલીસ્ટ તેમજ ગુજરાતના લાફીંગ કલબના પ્રણેતા
ડો.મુકુંદ મહેતાનું લાફટર ઈઝ ધ બેસ્ટ મેડીસીનના પ્રવચનનો કાર્યક્રમ માતૃશ્રી વિરબાઈમા મહિલા કોલેજ ઓડીટોરીયમ, કાલાવડ રોડ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
કાર્યક્રમની શ‚આતમાં અનુપમસિંહ ગેહલોત તથા ડો.મુકુંદભાઈ મહેતાના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આવકાર પ્રવચન કલબના જોઈન્ટ સેક્રેટરી વલ્લભભાઈ ભલાણીએ કર્યું હતું.રાજકોટ ડીસ્ટ્રીકટ લાફીંગ કલબ કમીટી દ્વારા અનુપમસિંહ ગેહલોત મોમેન્ટો આપી સન્માન ડો.મુકુંદભાઈ મહેતા, લાફીંગ કલબના ધંધુકીયાભાઈ, અરવિંદભાઈ, વલ્લભભાઈ તથા પ્રતાપભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ડો.મુકુંદભાઈ
મહેતાને પણ મોમેન્ટો આપી સન્માન અનુપમસિંહ ગેહલોત તથા લાફીંગ કલબ કમીટી દ્વારા કરવામાં આવ્યું હતું.રાજકોટની ૧૪ લાફીંગ કલબના ક્ધવીનરોનું અભિવાદન ગેહલોત તથા ડો.મુકુંદભાઈ મહેતા દ્વારા પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ગેહલોતે પ્રાસંગિક પ્રવચનમાં હાસ્ય જીવનમાં કેટલું ઉપયોગી છે તેમજ વિશ્ર્વ હાસ્ય દિવસ વિશે જણાવ્યું હતું. ત્યારબાદ ડો.મુકુંદભાઈ
મહેતાએ ‘લાફટર ઈઝ ધ બેસ્ટ મેડીસીન’ ઉપર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ પ્રશ્ર્નોતરી યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ ડીસ્ટ્રીકટ લાફીંગ કલબના જનરલ સેક્રેટરી અરવિંદ વોરાએ આભારવિધિ કલબના ટ્રેઝરર પ્રતાપભાઈ જાનીએ કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદ વોરા, વલ્લભભાઈ ભલાણી, પ્રતાપભાઈ જાની, દામજીભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ તથા શશીકાંતભાઈ દવેએ જહેમત ઉઠાવી હતી.