સરકારે 651 જેટલી આવશ્યક દવાઓના ભાવમાં 7 ટકા જેટલો ઘટાડો ઘણા સમય પૂર્વેજ કરી નાખ્યો છે
મોંઘવારીના મુદ્દે વિપક્ષ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે જેમાં મલ્લિકાર્જુન ખડગે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી લોકોના કિસ્સા ખાલી કરવા માટેની સોપારી લીધેલી છે અને મોંઘવારીનો માળ સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે જે વાતના જવાબમાં આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા જણાવ્યું કે સરકારે 870 માંથી 651 આવશ્યક દવાઓના ભાવમાં 7 ટકાનો ઘટાડો ઘણા સમયથી કરી નાખ્યો છે અને તેની અમલવારી પહેલી એપ્રિલથી શરૂ પણ કરી દીધી છે જેથી વિપક્ષો દ્વારા જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે પાયા વિહોણા છે.
દવાઓના વધતા ભાવના કારણે પરેશાન જનતા માટે સરકારે એક મોટી રાહત આપી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ કહ્યું છે કે 651 જરૂરી દવાઓની કિંમત 1 એપ્રિલથી સરેરાશ 6.73 ટકા ઓછી કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગત વર્ષ સપ્ટેમ્બરમાં જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદીમાં સંશોધન કર્યું હતું. જેમાં કુલ 870 દવાઓ સામેલ કરાઈ હતી. જેમાંથી 561 દવાઓની કિંમતમાં કેપિંગ સિલિંગ પ્રાઈઝને નક્કી કરવામાં આવી છે.
રાષ્ટ્રીય દવા મૂલ્ય નિયામકે પોતાની એક ટ્વીટમાં કહ્યું કે સરકાર જરૂરી દવાઓની રાષ્ટ્રીય સૂચિ હેઠળ સૂચિબદ્ધ કુલ 870 દવાઓમાંથી અત્યાર સુધીમાં 651 દવાઓની વધુમાં વધુ કિંમત નક્કી કરવામાં સફળ રહી છે. જેનાથી દરેક વ્યક્તિ સુધી જરૂરી દવાઓની પહોંચને વધારી શકાશે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ કહ્યું કે મહત્તમ કિંમતોની કેપિંગ સાથે 651 જરૂરી દવાઓની કિંમતમાં પહેલેથી જ 16.62 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જરૂરી દવાઓની કિંમત 12.12 ટકા વધારવાની હતી પરંતુ હવે 1 એપ્રિલથી તેમાં 6.73 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મંત્રી મનસુખભાઈ માંડવીયા જણાવ્યું હતું કે 2013માં યુપીએ સરકાર દવાઓના ભાવમાં એક સાથે જે ઉછાળો કર્યો હતો તેનાથી લોકોને ઘણી ખરી અસર પણ પહોંચી હતી જે વાતની ભાજપની સરકારે ગંભીરતાથી નોંધ લીધેલી છે અને લોકોને મોંઘવારીનો માર ન પડે તે વાત પણ સત્તત ધ્યાને લેવામાં આવી રહી છે.
દવાઓની કિંમત ઘટવાથી સૌથી મોટો ફાયદો ગ્રાહકોને થશે. જો છેલ્લા આંકડા જોઈએ તો થોક મૂલ્ય સૂચકાંક પર આધારિત દવાઓની કિંમતોમાં 12.12 ટકાનો વાર્ષિક વધારો થયો છે. 2022 માટે વાર્ષિક પરિવર્તન 12.12 ટકા હતું જો કે આમ છતાં ભાવમાં ઘટાડો કરવામાં સફળતા મળી. પ્રધાનમંત્રી ના અધ્યક્ષ સ્થાને જન ઔષધી અભિયાન હાથ ધરવામાં આવ્યો છે જેનાથી દવા બજારમાં ભારે સ્પર્ધા જોવામાં આવી રહી છે અને પરિણામ સ્વરૂપ લોકોને સસ્તા ભાવે આવશ્યક દવાઓ મળી રહી છે. ભાજપે મોંઘવારી મુદ્દે વિપક્ષોને આડે હાથ લીધું હતું.