રાજસ્થાન, છત્તીસગઢ, મઘ્યપ્રદેશ અને તેલંગણાના પ્રભારી અન સહપ્રભારીની નિયુકિત
અબતક, રાજકોટ: વર્ષના અંતે લોકસભાની ચુંટણી પહેલા સત્તાના સેમિફાઇનલ સમો ચાર રાજયોની ચુંટણી યોજવાની છે. તમામ રાજયમાં ભાજપની સરકાર બને તે માટે પક્ષ દ્વારા પુરજોશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ગઇકાલે ચાર રાજયના ચુંટણી પ્રભારી અને સહપ્રભારીની વરણી કરી છે.
જેમાં ગુજરાતના બે નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.રાજસ્થાનના પ્રભારી તરીકે પ્રહલાદભાઇ જોશીની વરણી કરવામાં આવી છે જયારે સહ પ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને કુલદીપ બિશ્નોઇની નિયુકિત કરાય છે.
છત્તીસગઢના પ્રભારી તરીકે ઓમપ્રકાશ માથુર જયારે સહ પ્રભારી તરીકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાની નિયુકિત કરવામાં આવી છે. મઘ્યપ્રદેશના ચુંટણી પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્રભાઇ યાદવ અને સહ પ્રભારી તરીકે અશ્ર્વિન વૈષ્ણવની નિયુકિત કરવામાં આવી છે. જયારે તેલંગણાના ચુંટણી પ્રભારી તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને સહ પ્રભારી તરીકે સુનીલ બંસલની વરણી કરવામાં આવી છે. તમામને તાત્કાલીક અસરથી નવી જવાબદારી સંભાળી લેવા તાકીદ કરવામાં આવી છે.