હરસ – ભગંદર – ફીશરના ર૩ હજારથી વધુ સફળતાપૂર્વક ઓપરેશન કરનાર ડો. એમ.વી. વેકરીયા
વિશ્ર્વ વંદનીય સંતપુષાના આશીર્વાદ અને હજારો દર્દીઓની અંતરન દુવાઓની ફલશ્રુતિ સ્વરુપે એસ્ટ્રોન ચોકમા આવેલ સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલે આજરોજ ૩૩માં વર્ષમાં મંગલ ચુકેલ સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલનો શુભારંભ અક્ષર નિવાસી પ.પૂ. શાસ્ત્રી ધર્મજીવનદાસજીના હસ્તે આજથી ૩ર વર્ષ પહેલા થયેલા હતા. તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૦ ના રોજ સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલનું રીનોવેશન અને નવ પ્રસ્થાન દિપ પ્રાગટય મુખ્યમંત્રી વિજયભાઇ પાણી, સુપ્રસિઘ્ધ ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ, કોર્પો. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનુસુખભાઇ ભંડેરી પૂર્વ રાજકોટ ભાજપ અઘ્યક્ષ નીતીન ભારદ્વાજ ના હસ્તે કરેલ હતું.
ડો. એમ.વી.વેકરીયાની ૩ર વર્ષથી માનવતાસર ઉત્તમ અને ઉત્કૃષ્ટ સારવાર દ્વારા ગુજરાત ભરમાં નામના મેળવી છે. પીડાયુકત દર્દીઓને રાહત પહોચાડવા માટે કોરીયા, જાપાન, જર્મની તેમજ અમેરિકન ટેકનોલોજીઓનો સમાવેશ કરી મળમાર્ગના જટીલ દર્દોની સારવાર ડો. વેકરીયાએ એડવાન્સ ટેકનોલોજી સાથે આપણી પ્રાચીન આયુર્વેદ ક્ષારસૂત્રનો અને પોતાના અનુભવનો સુભગ સમન્વય કરીનો આ રોગોની સફળતાપૂર્વક સારવાર વડે તેઓને નિરામય જીવનની ભેટ તેઓ સતત પ્રદાન કરતા રહ્યા છે.
ગુજરાતમાં સૌપ્રથમ યુ.એસ.એ. ની ઇથીકોન કંપનીનું અતિઆધુનીક અલ્ટ્રાસોનીક હાર્મોનિક ફોકસ, સ્કાલપેલ મશીન દ્વારા અતિ આધુનિક ટેકનોલોજીનો આવિષ્કા ખાતે ડો. એમ.વી. વેકરીયાએ તેમની સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલ, એસ્ટ્રોન ચોકમાં કરી રાજકોટનું ગૌરવ વધાર્યુ છે.હાર્મોનિક સ્કાલપેલ ટોટલી ઓટોમેટીક મશીન છે. જેની ડીઝાઇન એકદમ કોમ્પેકટ છે.
ડો. એમ.વી. વેકરીયાએ ર૦૦૩ માં જહોનસન એન્ડ જહોનસન મેડીકલ ઇન્સ્ટીટયુટ મુંબઇ ખાતે એમઅઇપીએચ સ્ટેમ્લર ટેકનોલોજીનો અભ્યાસ ઓસ્ટ્રીયામાં કરેલ છે જયારે વેસલ સીલર અને પ્લગ ટેકનીક અને અલ્ટ્રાસોનીક હાર્મોનિક ફોફસ સ્કાલપેલ અભ્યાસ જર્મની ખાતે વોએઝબર્ગ યુનિવર્સિટીમાં ર૦૧ર માં ટ્રેનીંગય કોર્સ પૂર્ણ કરીને તેમની અનેક ઉપલબ્ધિઓમાં વધુ એકનો ઉમેરો કરી તેની યશકલગીમાં વધારો કર્યો છે.
૬ વર્ષ પહેલા તેઓને નાસિક ખાતે એનોરેકટલ કોન્ફરસન્સમાં લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ પણ મળેલ. જેઓએ ૧૮,૦૦૦ થી વધારે ઓપરેશન કરેલા હોય તેવા ભારતમાંથી માત્ર ત્રણ ડોકટરોને જ આ એવોર્ડ મળ્યો હતો. તેમજ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ધનવન્તરી એવોર્ડ મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યુ હતું.
રાજકોટ શહેર ભાજપ ડોકટર સેલના સહક્ધવીનર, ગુજરાત મેડીકલ બુલેટીનના મેનેજીંગ સહતંત્રી અને કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ ડોકટર એસો. ના પ્રમુખ તરીકે તેમજ રાજકોટ ડોકટર્સ ફેડરશનમાં ચીફ એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે.
જીવ એ જ શિવ ના મંત્રને હ્રદયમાં ધારણ કરીને ડો. એમ.વી. વેકરીયાએ આજ સુધી ૨૪૬ જેટલા વિનામુલ્યે નિદાન કેમ્પોમાં તેમની નિષ્ણાંત સેવાઓ તેમના માનવીય પાસાનું પ્રેરણાદાયી દર્શન કરાવ્યું છે. તેમની મુલ્યનિષ્ઠા અને સેવા માટેની તત્પરતાને કારણે તેમની પ્રતિષ્ઠતામાં સતત વધારો થતો રહ્યો છે.
આર્થિક રીતે ગરીબ જરુરીયાતમંદ દર્દીઓને અત્યાધુનિક એડવાન્સ અને કિંમતી ટેકનોલોજી દ્વારા રાહત દરે નિદાન સારવાર કાયમી ધોરણે આપી રહ્યા છે. આ ઉપરાંત બુધવાર સિવાય પણ કોઇપણ દિવસે ગરીબ દર્દીઓને માનવતા માનવ ધર્મના નાતે તેઓ છેલ્લા ૩ર વર્ષથી રાહત દરે સારવાર આપી રહ્યા છે.
અક્ષર નિવાસી પ.પૂ. સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામી ધર્મજીવનદાસજી તેમજ દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાયજી મહારાજ, સ્વામી ત્યાગવલ્લભજી, માધવપ્રિય સ્વામીજી જેવા સંતો મહાપુષોએ વખતો વખત હાજરી આપીને સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલને હંમેશા પ્રેરણા, પ્રોત્સાહન અને આશીર્વાદ પુરા પાડયા છે. રાજકોટ શહેરના નાગરીકો, ડોકટર મિત્રો, સ્નેહીજનો, શુભેચ્છકો, મીડીયાના મિત્રો તેમજ દરેક સંસ્થા, કલબ ગ્રુપ એસો. સરગમ કલબ, રધુવીર સેના સરદાર પટેલ એસો. મધુરમ કલબ તથા તેમની નિષ્ણાંત તબીબી સેવાઓનો લાભ મેળવી ચુકેલા સૌરાષ્ટ્ર-ગુજરાતના પીડામુકત બનેલા અસંખ્ય દર્દીઓ તરફથી સૌએ તેમને અંતરની શુભેચ્છાઓ પાઠવી છે.