ગોવા યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કમિટીમાં ગવર્નર મૃદુલા સિન્હાએ બળવંતભાઈ જાનીની નિયુક્તિ કરી
તાજેતરમાં મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની યુનિવર્સિટીઓમાં ડો. બળવંતભાઈ જાનીનું શૈક્ષણિક અને સાંસ્કૃતિક સન્માન અને વક્તવ્ય યોજવામાં આવ્યું હતું. જેમાં મધ્યપ્રદેશનાં ભોપાલ સ્થિત સાગર યુનિવર્સિટી ખાતે યુજીસી ચેરમેન પ્રો. ડી.પી. સિંહ, આઈસીએસએસઆર ચેરમેન બી.બી. કુમાર, સાગર યુનિવર્સિટી કુલપતિરાઘવેન્દ્ર તિવારી, સાગર યુનિ ભૂતપૂર્વ કુલપતિ ડો. ડી.પી સિંહ વગેરે મહાનુભાવોની હાજરીમાં ડો. બળવંતભાઈ જાનીએ શિક્ષા, સમાજ વિજ્ઞાન અને સંસ્કૃતિ વિષયક પોતાના વિચારો રજૂ કર્યા હતા જ્યારે ઉત્તરપ્રદેશનાં લખનઉ સ્થિત બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં સ્વામિનારાયણ ભાષ્ય રચયિતા બીએપીએસ સંત ભદ્રેશદાસજીનાં અલંકરણ સમારોહમાં કુલપતિ ડો. વર્મા, ઉત્તરપ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, જ્ઞાનવત્સલ સ્વામી અને યુપીની અન્ય ૩૮ યુનિવર્સિટીઓનાં કુલપતિની હાજરીમાં ડો. બળવંતભાઈ જાનીએ શિક્ષા અને સંસ્કૃતિ વિષયક વક્તવ્ય આપ્યું હતું.
આ બંને સમારોહમાં ડો. બળવંતભાઈ જાનીનાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિષયમાં ઉમદા સંશોધન અને સેવા બદલ સમ્માન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગોવા યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કમિટીમાં ત્યાના ગવર્નર મૃદુલા સિન્હાએ બળવંતભાઈ જાનીની નિયુક્તિ કરી છે. ગોવા યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કમિટીમાં બળવંતભાઈ જાની (મો.નં. ૯૮૨૫૦૭૫૦૯૮) નિયુક્તિ થતા શિક્ષણ, સાહિત્ય ક્ષેત્રનાં લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યાં છે.