અમેરિકામાં આશ્રય લઈ રહેલા ચીની મહિલા વૈજ્ઞાનિકે વધુ ત્રણ સંશોધકો સાથે રજુ કર્યા પુરાવા
ડરથી ભાગીને અમેરિકા પહોંચેલા ચીની મહિલા વૈજ્ઞાનિક ડો.લીમેંગ યાને જણાવ્યું હતું કે, કોરોના વાયરસ ચીનની લેબમાં જ તૈયાર કરાયો છે એ પ્રાકૃતિક નથી. હવે આ ચીની વૈજ્ઞાનિકે વધુ સંશોધકો સાથે આ અંગેના કેટલાક પુરાવા પણ રજુ કર્યા છે.
ડો.લીમેંગ યાન નામના મહિલા વૈજ્ઞાનિકે આ અગાઉ એક મુલાકાતમાં એવો દાવો કર્યો હતો કે, ચીને લેબમાં જ કોરોના વાયરસ બનાવ્યો છે અને આ અંગેના પુરાવા મારી પાસે છે જોકે ચીન સરકારે આ વાતની નકારી કાઢી છે. હોંગકોંગ યુનિવર્સિટીમાં કામ કરતા કોરોના પર અભ્યાસ કરતા શરૂઆતના વૈજ્ઞાનિકોમાં લીમેંગયાન સામેલ હતા. તેણીએ ઓપન એકસેસ રિયોમીટરી વેબસાઈસ્મેનોડો પર વાયરસ સાથે જોડાયેલા કેટલાક પુરાવા રજુ કર્યા છે. ડો.યાને અન્ય ત્રણ સંશોધક વૈજ્ઞાનિકો સાથે મળીને આ કામગીરી કરી છે.
લીમેંગ યાને અગાઉ જણાવ્યું હતું કે, કોરોના લેબમાં જ બન્યા છે અને તેને સમજવા માટે વૈજ્ઞાનિક હોવું જરૂરી નથી. કોરોના વાયરસના જીનોમના અસામાન્ય લક્ષણોથી જ જાણી શકાય કે તે પ્રાકૃતિક રીતે જ માનવીમાં આવ્યો નથી પણ તે લેબથી જ આવ્યો છે. લીમેંગ કહે છે કે વાયરસ પ્રાકૃતિક રીતે જ માનવીઓમાં આવ્યો છે તેવી થીયરી લોકો સ્વીકારી ચુકયા છે પણ તેના પુરતા પુરાવા નથી. જયારે બીજી તરફ એવી થીયરી છે કે કોરોના વાયરસ ચીનની લેબમાંથી જ બહાર આવ્યો છે.
મહિલા વૈજ્ઞાનિકનું કહેવું છે કે, વાયરસના જૈવિક ગુણ, પ્રાકૃતિક રીતે જોવા મળતા વાયરસના ગુણ જેવા નથી. લીએ પોતાના સંશોધન રિપોર્ટમાં જીનોમીક, સ્ટ્રકચરલ, મેડિકલ પર આધારીત પુરાવા રજુ કર્યા છે. તેણીએ કહ્યું કે, જો આ બધી બાબતોને એક સાથે સાંકળી જોવામાં આવે તો આ વાયરસ પ્રકૃતિમાંથી જ માનવીમાં આવ્યો હોવાની મુળ થીયરીનું ખંડન કરે છે.
છ માસમાં આ વાયરસ તૈયાર કરી શકાય: લી
લી મેંગ યાનનું કહેવું છે કે બેંટ કોરોના વાયરસ ઝેડસીજપ અથવા ઝેડ એકસીસ ૨૧ ટેમ્પલેટ ઉ૫ર જ આ વાયરસ લેવામાં તૈયાર કરાયો છે આવો વાયરસ છ માસમાં તૈયાર કરી શકાય છે. ચીનની આ સંલગ્ન લેબની સ્વતંત્ર રીતે તપાસ કરવી જોઈએ તેમ પણ લીએ તેના રીપોર્ટમાં જણાવેલ છે.