રાષ્ટ્રીય મંત્રી તરીકે પ્રો.ભાવના પારેખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે ભાર્ગવ પઢિયારની નિમણુંક
રાજનીતિ કી પાઠશાલા દ્વારા સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રીય કક્ષા અને રાજયકક્ષાના ના હોદેદારોની નિમણુંક રાષ્ટ્રીય કાર્યકારી અઘ્યક્ષ મહેશભાઇ રાજપૂત અને સંસ્થાના ફાઉન્ડર અજય પાંડે દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત રાજયના અઘ્યક્ષ તરીકે ડો. કિર્તિબેન અગ્રાવત, રાષ્ટ્રીય મંત્રી તરીકે પ્રો. ભાવનાબેન પારેખ, સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે ભાર્ગવ પઢીયાર, ગુજરાતના મહામંત્રી તરીકે ઋત્વિક કુમાર પુરોહિત, રાજકોટ શહેર જીલ્લાના પ્રમુખ તરીકે મૌલેશભાઇ મકવાણા, સુ.નગર શહેર-જીલ્લાના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ સોલંકી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રવકતા તરીકે વિરલ ભટ્ટની રાજનીતિ કી પાઠશાલાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. તેમજ સમગ્ર ભારત દેશમાં વિવિધ રાજયમાં સંસ્થા દ્વારા કામગીરી શરુ કરવામાં આવેલ છે. તેમજ ગુજરાત રાજય સહીત આશરે ૧૭ રાજયમાં પ્રમુખોની નિમણુંક કરવામાં આવેલ છે.
ગુજરાતના નવનિયુકત પ્રમુખ ડો. કીર્તિબેન અગ્રાવતે જણાવેલ હતું કે ટુંક સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખોની તેમજ ઉતર ગુજરાત, મઘ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઝોન વાઇઝ પણ પ્રમુખોની નિમણુંક કરવામાં આવશે.
વિશેષમાં જણાવેલ હતું કે અમારી સંસ્થા બ્નિ રાજકીય છે આ સંસ્થાની અંદર વિવિધ રાજયોની અંદર અને રાષ્ટ્રીય કક્ષાના હોદેદારોમાં તમામ રાજકીય પક્ષોના હોદેદારો જોડાયેલા છે અને આ સંસ્થાનો મુખ્ય હેતુ ભારત દેશના બંધારણનો સામાજીક પ્રચાર કરવો બંધારણમાં જ જોગવાઇઓ છે તેનાથી લોકોને વાકેફ કરવા અને બંધારણનું રક્ષણ કરવું એ મુખ્ય ઉદ્દેશ છે. તેમજ લોકોમાં લોકજાગૃતતા આવે અને નાગરીકો પોતાના બંધારણ મુજબના હકક માંગતો થાય તે મુખ્ય ઉદ્દેશ છે.
સમયમાં રાજકોટ શહેર તેમજ અન્ય શહેરોમાં હાલની કોરોના મહામારીની ગંભીર આરોગ્ય પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને લોકોના આરોગ્ય માટે કાર્યક્રમ આપવામાં આવશે.
આ સંસ્થામાં કોઇપણ વ્યકિત ઇ મેઇલ[email protected] દ્વારા જોડાઇ શકે છે અથવા ડો. કીર્તિબેન અગ્રાવત મો. નં. ૯૯૭૯૫ ૮૯૫૭૭, ભાર્ગવ પઢિયાર મો. નં. ૯૮૨૪૮ ૭૦૭૭૨, મૌલેશ મકવાણા મો. નં. ૯૨૬૫૫ ૪૬૫૮૨ અને રાજેન્દ્રસિંહ સોલંકી મો. નં. ૯૭૧૪૫ ૪૨૯૯૯ ઉપર સંપર્ક કરી શકે છે.