ગાંધી સાથે ન રહ્યા પણ એમના માર્ગે જ ચાલ્યા
ગાંધી ચીંધ્યા માર્ગે ચાલનાર પ્રજાના સાચા સેવક ડો. દિનસુખભાઈ વસાવડાએ કેશોદ શહેરનાં વિકાસની નીવ રાખી હતી તેમ આઝાદ કલબ પરિવારે સદગતને શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યું હતુ
દિનસુખભાઈ વસાવડા નામથી કેશોદની નવી પેઢી અજાણ છે. ભૂળ ગોંડલના વતની દિનસુખભાઈ જૂનાગઢના નવાબના અંગત ડોકટર હતા. પણ આઝાદી પછી કેશોદના મહાજને સહદય નિમંત્રણ આપતા કેશોદને તેમી કર્મભૂમિ બનાવી હતી સરકારી નોકરી દરમિયાન તેઓ લોકોમાં ખૂબ ચાહના ધરાવતા હતા.
તેમની કાર્ય કુશળતાને કારણે એમને કેશોદ સુધરાઈના પ્રમુખ તરીકે પસંદ કરવામા આવ્યા હતા. સહકારા સંઘ લેન્ડ મોરગેઝ બેંક, યુવાનો માટે આઝાદ કલબ અને મહિલા માટે પણ તેમણે સામાજીક સંગઠનોની રચના કરી હતી. મહિલાઓને ઉચ્ચતર શિક્ષણ માટે કેશોદમાં પ્રયત્નો કરી એલ.કે. હાઈસ્કુલમાં કોલેજ શરૂ કરવામાં આવેલ કો.ઓપરેટીવ બેંક પણ એમના સમયમાં સ્થાપવામાં આવી હતી.
તેઓ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જૂનાગઢ સહકારી મંડળીના માનદ સભ્ય લેન્ડ મોરગેઝ બેંકના વા ચેરમેન હતા. દિનસુખભાઈ વસાવડાના કાર્યથી પ્રભાવિત થઈ ગુજરાત સરકાર તરફથી જસ્ટીસ ઓફ પીસનું સન્માન આપવામાં આવેલું તેમને ગરીબો પ્રત્યે અપાર સ્નેહ હતો.
હાલની અક્ષયગઢ ટી.બી. હોસ્પિટલની જમીન પસંદગી અને નાણાઓની વ્યવસ્થા પણ તેમણે કરી હતી. દિનસુખભાઈ પાસે કોઈ જમીન, બેંક બેલેન્સ કે અંગત મિલ્કત હતી નહી કેશોદ મહાજને તેમને પ્લોટ પર મકાન બાંધી આપવા તૈયારી દર્શાવેલી ત્યારે તેમણે વિનયપૂર્વક અસ્વિકાર કયો હતો. ગાંધીજી સાથે ન રહ્યા પણ ગાંધી ચિંધ્યા માર્ગ પર ચાલનાર સાચા પ્રજાના સેવક હતા. આવા કેશોદના સાચા સેવક કે જેણે કેશોદ શહેર માટે ઘણું કાર્ય કરેલુ એમ કહી શકાય કે આઝાદી પછી કેશોદ શહેરનાં વિકાસની નીવ દિનસુખભાઈ વસાવડાએ મુકી હતી.
તા.૨૮.૧૨.૧૮૯૫ જન્મેલા અને તેમણે આપણી વચ્ચેથી તા. ૧૮/૮/૧૯૭૩ના દિવસે વિદાય લીધી હતી. તેમની પૂણ્યતિથિના દિવસે તેમને સૌ દિલથી યાદ કરે છે.
આવા ત્યાગી તપસ્વી ડો. વસાવડાને આઝાદ કલબ પરિવાર કેશોદે ઋણ સ્વીકારી અને કોટી કોટી વંદન કરી હૃદયાંજલી અર્પી હતી.