શાસકીય મહાવિદ્યાલય મેહગાંવ જી . ભિંડ , મધ્યપ્રદેશના જીવાજી વિશ્વવિદ્યાલયના લાઇબ્રેરી વિભાગ દ્વારા રાષ્ટ્રીયસ્તરે આયોજીત કાઉ બેઝડ ઈકોનોમી પર વેબીનારમાં ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયાએ માર્ગદર્શન આપ્યું હતું .
ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે , વર્તમાન સમયમાં ગાયોના સંવર્ધનમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ સાંઢો તૈયાર કરવા . સેકસ્ડ સીમેન ટેકનોલોજી વિકસાવવી , સીમેન લેબોરેટરી સ્થાપવા જેવા વિવિધ ઉદ્યોગોમાં સરકારસીની મદદથી ઙઙઙ મોડલ પર વ્યવસાય શરૂ કરવાની ઉત્તમ તકો છે . ભારતીય દેશી ગાયોના અ – 2 દૂધ અને તેના વેલ્યુ એડીશન સાથે બટર , ઘી અને છાશ તેમજ મેડીસીનલ ઘી માટે ખૂબ જ આંતરરાષ્ટ્રીય બજાર ઊભું થયું છે .
ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઓર્ગેનિક ફાર્મીંગ માટે બાયોપેસ્ટીસાઈડ અને બાયોફર્ટીલાઇઝર તેમજ અનેક પ્રકારની દવાઓ , વાતાવરણ શુધ્ધિ માટેના રિપેલન્ટ અને સેનીટાઇઝર્સ તથા અનેકવિધ ગૃહ ઉપયોગી કોસ્મેટીક ગોબર ઉત્પાદો દ્વારા મહિલા અને યુવાનો માટે રોજગાર સાથે એન્ટરપ્રિન્યોરશીપની તકો ઊભી થઇ છે .
એ જ રીતે કાઉ હોસ્ટેલ ” એન.જી.ઓ અથવા સહકારી ધોરણે મોટા પ્રમાણમાં શરૂ કરી ઘેર ઘેર ગાયના ક્ધસેપ્ટને વિસ્તારી પ્રોફેશનલ સર્વિસીઝ દ્વારા કમાણી કરી શકાય છે . ગૌ આધારિત ઉદ્યોગો માટે મોટાપાયે જરૂરી મશીનરીની મેન્યુફેક્ચરીંગ માટે ખૂબ જ તકો રહેલી છે.
આ પ્રસંગે જીવાજી વિશ્ર્વ વિદ્યાલયના લાઈબ્રેરી વિભાગના રાધાકૃષ્ણ અને પ્રિયંકા સિંહ દ્વારા સમગ્ર વેબીનારનું સંચાલન કરવામાં આવ્યું હતુ અને વિદ્યાર્થીઓએ પણ આ વેબીનારમાં ઉત્સાહભેર પ્રશ્ર્નોતરીમાં પણ ભાગ લીધો હતો.