ડોકટરએ ઈશ્વરનું બીજા સ્વરૂપની યુકિત સાર્થક કરી
આંતરડા કાપી તેમાંથી અન્નનળી બનાવી સફળ ઓપરેશન ઉપલેટામાં પ્રથમ વખત થયું: 8 કલાકના ઓપરેશનને સફળતા મળતા સ્ટાફ સહિત ભગવાનનો આભાર માન્યો
કહેવાય છે આખી દુનિયા બનાવનાર ભગવાન જ છે. ભગવાને બધું બનાવ્યું પણ પોતે બધી જગ્યાએ પહોંચી ના શકે તે માટે તેને ડોક્ટરોનું ઘડતર કર્યું છે. આદીકાળથી કહેવત છે કે ઇશ્વરનું બીજું સ્વરૂપ એટલે ડોક્ટર દર્દી પણ ક્યારેક ડોક્ટરનાં સ્વભાવ અને આશ્ર્વાસન મળે તો દર્દ પણ ઘટી જાય છે. દર્દીઓ ડોક્ટરને ભગવાન માને છે. કારણ કે તેને જન્મ અપાવનાર ભગવાન છે પણ દર્દમાંથી ઉગારનાર તો ડોક્ટર જ છે.
આવી જ કોઇક ઘટના જેતપુરના દેવીપુજક પરિવારના યુવાન પુત્રની કહાની પરથી બને છે. જેતપુરમાં રહેતા સામાન્ય દેવીપુજક પરિવારના પિતા વિહોણા પુત્ર ગૌતમ આઠ માસ પહેલા કોઇપણ કારણોસર એસીડ પી લેતા તેની આંતરડી સાવ બળી ગઇ હતી. એસીડ પીવાની ઘટનામાંથી સતત નાદુરસ્ત રહેતા ગૌતમ પરમારની અન્નનળી બળી જવાથી ખોરાક લઇ શકાતો ન હોતો આને કારણે શરીર સાવ ઘસાતું જતું હતું. ગૌતમના પિતાનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. માતાએ મજૂરી કરી ગૌતમને મોટો કર્યો હતો પણ જીંદગીમાં ગરીબી હટવાનું નામ લેતી ન હતી.
માતા રાત-દિવસ મજૂરી કરી દિકરાની દવા કરવા છતા અન્નનળીના કારણે ખોરાક ગળે ઉતરતાં ન હોતો વિધવા માતાએ સુરત, અમદાવાદ અને બરોડા સહિતના ડોક્ટરોને બતાવ્યું પણ વિધવા માતા પૈસાના અભાવને કારણે યુવાન પુત્રને સારવાર અપાવી શકતી ન હોતી આખરે થાકી વિધવા માતાએ જ્યાં એસીડ પીધા બાદ દિકરો સાજો થયો હતો તે ડોક્ટર ઉપલેટા પિયુષ કણસાગરા પાસે ચોંધાર આંસુએ રડતા-રડતા દિકરાને સાજો કરવા ખોળો પાધર્યા આ કરૂણ દ્રશ્ય ઉપલેટાના વરિષ્ઠ પત્રકાર ભરત રાણપરિયા પોતાના રાગે આંખે જોયું પણ વિધવાબેન પૈસાના અભાવે દિકરાની સારવાર કરાવી શકતા ન હોતા જ્યારે ભરત રાણપરિયાએ ડો.પિયુષ કણસાગરાને આ બાબતે પૂછતા તેઓએ કહેલ કે ઓપરેશન બહુ જ મેજર કહેવાર ખૂબ ઓછા આવા ઓપરેશનો સફળ જતા હોય છે. આ પછી પરિવારના સભ્યોને આ ઓપરેશનની બધી વિઝન સાથે વાત કરતા ગૌતમની વિધવા માતાએ ડો.પિયુષ કણસાગરાને કહેલ કે તમે જ અમારા ભગવાન હોય, તમે જ ઓપરેશન કરો તમે દિલથી ઓપરેશન કરશો તો જરૂર સફળતા મળશે.
સમગ્ર વાત પત્રકાર ભરત રાણપરિયાની હાજરીમાં થયા બાદ ડો.પિયુષ કણસાગરાને ઓપરેશન કરવા માટે તૈયારી બતાવતા દેવીપુજક પરિવારના મોંઢા ઉપર સ્મીત જોવા મળ્યું હતું. બીજા દિવસે ઓપરેશન થીયેટરમાં ગૌતમ પરમાર ઉ.વ.20ને લઇ જવામાં આવ્યો માતા સહિતના પરિવારે ડોક્ટરને ઓપરેશનમાં સફળતા મળે તેવા સતત ઇશ્વરને પ્રાર્થના ચાલુ રાખી સતત આઠ કલાક ચાલેલા ઓપરેશન અંતે સફળ થયું. ડોક્ટર ઓપરેશન કરી બહાર નિકળ્યા અને ગૌતમના વિધવા માતાને ઓપરેશન સફળ થયાની જાણ કરતા જ માતાએ ડોક્ટરના ઓવરણા લઇ આર્શિવાદ આપ્યા હતાં. 20 વર્ષના દેવીપુજક ગૌતમ પરમારને ઓપરેશન દરમ્યાન તેનું મોટું આંતરડા કાપી તેમાંથી અન્નનળી બનાવી બળી ગયેલી અન્નનળીને કાંપી ત્યાંથી આંતરડામાંથી બનાવેલી અન્નનળી ફિટ કરી સતત 18 દિવસનું હોસ્પિટલમાં રોકાણ માત્ર દવા અને નજીવા ચાર્જમાં દેવીપુજક યુવાનને નવી જીંદગી મળતા ભાવવિભોર થઇ ગયો હતો.
હોસ્પિટલનાં સ્ટાફ ઝુમી ઉઠ્યો
ડોક્ટર પિયુષ કણસાગરા ઓપરેશન થીયેટરમાંથી બહાર નિકળી પોતાના ચેમ્બર તરફ જતા હતા ત્યારે ઓપરેશન સફળ ગયાનું સ્ટાફના કાને વાત આવતા જ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ સફળ ઓપરેશન બદલ ઝુમી ઉઠ્યાં હતાં અને ડોક્ટરને અભિનંદન આપ્યા હતાં.
ઓપરેશન હાથમાં લેતા પહેલા અનેક વિચાર માંગી લે તેવી વાત હતી
ડો.પિયુષ કણસાગરાએ જણાવેલ કે શહેરમાં અને મારા હોસ્પિટલમાં આવું ઓપરેશન પહેલી વખત જ કર્યું પણ વિચારએ આવતો કે ઓપરેશનમાં સફળ જશું તો જશ મળશે પણ એક દેવીપુજક પરિવારનો યુવાન પુત્ર અને વિધવા માનો લાડલો છીનવાય તો શું પરિસ્થિતિ થાય પણ ઇશ્વર ઉપર શ્રધ્ધા રાખી ભરતભાઇ રાણપરિયા અને પરિવારની હિમ્મતથી આ પ્રથમ ઓપરેશન સફળ મળેલ તે મારા માટે ખૂબ ખુશીની વાત કહેવાય.