અમેરીકાની ચાર જેટલી મહત્વપૂર્ણ યુનિવર્સિટીઓની મુલાકાતે ગયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ટીચર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો.કમલેશ જોશીપુરા દ્વારા કાયદા વિદ્યાશાખા, યુનિવર્સિટી એડમીનીસ્ટ્રેશન અને સંયુકત રાષ્ટ્રસંઘ સંતુલીત વિકાસ કાર્યક્રમો અંતર્ગત શૈક્ષણિક ક્ષેત્રમાં આપસી સહકાર જેવા વિષયો ઉપર મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ આયોજિત કરી અને સંયુક્ત સંશોધનાત્મક પ્રકલ્પો અંગે યોજના તૈયાર કરવામાં આવી છે. પ્રો.કમલેશ જોશીપુરાની રાજનૈતિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓના સાતત્યના સંદર્ભમાં એસ.ડી.જી. એટલે સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટ ગોલ–સંતુલિત વિકાસ લક્ષ્યાંકોની લગતી પ્રવૃતિના સંદર્ભમાં ગ્લોબલ ગોલ ચેમ્પિયનમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
ન્યૂયોર્ક ખાતે આવેલી વિશ્વની પ્રતિષ્ઠિત એવી કોલંબીયા યુનિવર્સિટી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ લો તેમજ હ્યુમન રાઈયસ ખાતે આયોજિત બેઠકની અંદર ઈન્ટરનેશનલ લો તેમજ સાઈબર લો, ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમ, કોન્સ્ટીટયૂશ્નલ લો તેમજ કાયદાના ક્ષેત્રમાં ખાસ કરીને સંયુકત સંશોધનાત્મક પ્રકલ્પો અંગે ખાસ ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી.
આ યુનિવર્સિટીમાં કાયદા ભવનમાં ભારતીય બંધારણની રચનાના વિષય ઉપર ખૂબજ તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવી રહેલ છે. કોલંબીયા યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કાયદા વિદ્યાશાખાના તજજ્ઞો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવી અને પોતાના તજજ્ઞ વકતવ્ય આપે તે પ્રકારેની વ્યવસનો વિચાર કરવામાં આવ્યો છે.
કોલંબીયા યુનિવર્સિટી ખાતે ટીચર ટ્રેઈનીંગ ઈન્સ્ટીટયૂટની પણ ડો.જોશીપુરાએ મુલાકાત લીધી હતી. ફલોરીડાના ટેમ્પા સીટી ખાતે યુનિવર્સિટી ઓફ સાઉ ફલોરીડા ખાતે પણ મુલાકાત લીધી હતી.
પ્રોવોસ્ટ પ્રોફેસર કેકી સોની બેઠકની અંદર બંને યુનિવર્સિટી વચ્ચે નિયમિત રીતે આદાન–પ્રદાનની પ્રવૃતિ થાય તે અંગે વિચાર કરવામાં આવ્યો હતો.
સંયુકત રાષ્ટ્ર સંઘ પરિસરમાં આયોજિત વૈકલ્પીક તકરાર નિવારણ અંતર્ગત મીડીએશન સર્વીસીઝ ખાતે એકત્રીત ધારાશાસ્ત્રીઓને કાયદાવિદો સો ભારતની અને અમેરિકાની વૈકલ્પીક તકરાર નિવારણ પદ્ધતિઓ ઉપર સવિશેષ ચર્ચામાં ડો.કમલેશ જોશીપુરાએ ભાગ લીધો હતો.
સાઉથ કોરોલાઈન સ્ટેટના ગ્રીનવીલે શહેર ખાતે મૂળ સુરતના વતની અને સુરતની ઓરો યુનિવર્સિટીના સ્થાપક હસમુખભાઈ રામા દ્વારા મહર્ષી અરવિંન્દ તેમજ માતાજીના આદ્યાત્મીક વારસાના પ્રચાર–પ્રસાર ર્એ મહર્ષી અરવિંન્દ કેન્દ્રની સપના ૩૦૦ એકર જગ્યામાં કરવામાં આવી રહેલ છે. પ્રોફેસર કમલેશ જોશીપુરાએ હસમુખભાઈ રામાની સાથે આ કેન્દ્રની ખાસ મુલાકાત લઈ અને કેન્દ્રની પ્રવૃતિઓની જાણકારી મેળવી હતી.