સતાવાર કુલપતિની નિમણુક અવઢવમાં: વિદાય લઈ રહેલા કુલપતિ
પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા ઋણ સ્વિકાર કાર્યક્રમ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૬માં કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણની મુદત આજે સાંજે ૬:૩૦ વાગ્યે પુરી થઈ રહી છે ત્યારે ૧૭માં કુલપતિ નિમવા માટે સર્ચ કમિટીની બેઠક ન મળતા તેમની નિમણુક અવઢવમાં પડી છે ત્યારે હવે ગઈકાલે સાંજે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મેડિકલ ફેકલ્ટીના ડીન ડો.કમલ ડોડીયાને ઈન્ચાર્જ કુલપતિ તરીકેનો ચાર્જ સોંપાયો છે. જોકે સતાવાર કુલપતિ તરીકે કોને નિમવામાં આવે તે હજુ સસ્પેન્સ છે. સોમવારે પ્રવર્તમાન કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ વિદાય લેશે અને કારોભાર છોડશે.
કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા ગઈકાલે સેનેટ હોલ ખાતે ઋણ સ્વિકાર સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકેનો કાર્યકાળ દરમ્યાન સિન્ડિકેટ, સેનેટ, પ્રિન્સીપાલ, ભવનના અધ્યક્ષ, પ્રાધ્યાપકો તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ સહિતના તમામના કાર્યમાં સહયોગ બદલ કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે ઋણ સ્વિકાર કાર્યક્રમ યોજયો હતો. પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના સફાઈ કર્મચારીઓને સૂતરની આંટી પહેરાવી તેમનો ઋણ સ્વિકાર કર્યો હતો. તેમજ સિન્ડીકેટ અને સેનેટ સભ્યોએ પણ સૂતરની આંટી પહેરાવી ઋણ સ્વિકાર કરેલ હતો.
પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, ઈશ્ર્વરની કૃપાથી કુલપતિ તરીકે કામ કરવાની તક મળી અને મારા કાર્યકાળમાં જે પણ કામ યુનિવર્સિટી માટે થઈ શકયું અને યુનિવર્સિટીની ગરીમાને જે ઉંચાઈ સુધી પહોંચાડી શકયા તે માટે આપ સૌનો સહયોગ સાંપડયો છે અને આ શુભ કાર્ય માટે સૌનો ઋણ સ્વિકાર કરુ છું અને મારા કાર્યકાળ દરમિયાન કોઈપણ સતાધીશ-વિદ્યાર્થીઓ કે કર્મચારીઓને નારાજગીનો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો નથી અને તમામે મને સાથ સહકાર આપ્યો તેને હું ઋણ સ્વિકાર કરુ છું. ગઈકાલે સાંજે રાજયના શિક્ષણ વિભાગમાંથી કુલપતિના ઈન્ચાર્જ તરીકે મેડિકલ ફેકલ્ટીના ડીન ડો.કમલ ડોડીયાની પસંદગી કરવામાં આવી છે. આજે પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની સાંજે ૬ વાગ્યે ટર્મ પુરી થયા બાદ કુલપતિ તરીકેનો કારોભાર હાલ માટે ડો.કમલ ડોડીયા સંભાળશે અને સોમવારે પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ વિદાય લેશે.
સોંપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ: ડો.કમલ ડોડીયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણનો કાર્યકાળ આજે સાંજના ૬ વાગ્યા પૂર્ણ ઈ રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે ગાંધીનગર શિક્ષણ વિભાગમાંથી ઈન્ચાર્જ કુલપતિ તરીકે મેડીકલ ફેકલ્ટીના ડીન ડો.કમલ ડોડીયાની નિમણૂંક કરવામાં આવી છે. કમલ ડોડીયા આજે સાંજના ૬ વાગ્યા બાદ પોતાનો કાર્યભાળ સંભાળશે.
નઅબતકથ સોની વાતચીત દરમિયાન ઈન્ચાર્જ કુલપતિ ડો.કમલ ડોડિયાએ જણાવ્યું હતું કે, મારા પર ભરોસો મુકી સોંપવામાં આવેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણા કાર્યો યા છે અને આગામી દિવસોમાં પણ શે અને ઘણા કાર્યો એવા છે કે જે ઈ શકે તેમ છે. મને મળેલી જવાબદારી મારા કાર્ય ક્ષેત્ર હેઠળ મળેલી સત્તા પ્રમાણે હું ચોક્કસી નિભાવીશ. સૌ.યુનિ.માં મેડિકલ ફેકલ્ટીમાં શું નવુ કરી શકાય તેનો પ્રત્યુતર આપતા તેઓએ જણાવ્યું હતું કે, મેડિકલ ક્ષેત્રમાં વિવિધ તકો પડેલી છે. નવી ટેકનોલોજીના આવિષ્કારો ઈ રહ્યાં છે ત્યારે મેડિકલ ક્ષેત્રે તો હું કાર્ય કરીશ જ એ સીવાય દરેક ક્ષેત્રમાં યુનિવર્સિટી દ્વારા વિર્દ્યાીઓ અને યુવાનોના હિત સો સમાજના હિતના કાર્યો કરવાનું પણ પ્લેટફોર્મ રચીશ. મારો હોદ્દો ગ્રહણ કર્યા બાદ આ હોદ્દાની રૂડે જવાબદારી અને સત્તા વગેરેને સમજીને સૌને સો રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉત્તરોતર પ્રગતિ કરે તેવા મારા પ્રયાસ રહેશે.