ગિરીરાજ હોસ્પિટલમાં દર્દીનું સફળ સર્જરી કરી 10 દિવસમાંથી સારવાર મુક્ત: પેશાબની તકલીફથી યુરિન બેગ સહિતની બિમારી દુર
ખૂબ જ જુજ ગણાતી બીમારી કે જેમા બે કરોડરજ્જુ ધરાવતાં દર્દી (diastomatomyelia type 1)નું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડતાં રાજકોટ ની ગિરિરાજ હોસ્પિટલના ન્યુરો અને સ્પાઈન સર્જન ડો.જીગરસિહ જાડેજા.
લીંબડી ખાતે રહેતી હેતલને છેલ્લા બે વર્ષથી પેશાબ થવામાં તકલીફ રહેતી હતી. ઘણી વાર કંટ્રોલ ન રહેતાં કપડામાં જ પેશાબ થઈ જતો તો ઘણી વાર તો પેશાબ જ અટકી જતો.તકલીફ વધી જવાથી છેલ્લા 6 મહિના થી તો પેશાબ ની નળી સાથે રાખીને જ ફરવું પડતું હતું. તેના લીધે તેની બંને કિડની કામ કરતી ઓછી થઈ ગઈ હતી. પેશાબ અને કિડની ની તકલીફ સમજી ને તેનાં માતાપિતા એ ઘણાં યુરોલોજીસ્ટને પણ બતાવી જોયું. ત્યારબાદ એમઆરઆઇ કરાવતાં ખબર પડી કે તેને 7 માં મણકાની પાસે એક નાં બદલે બે(2) કરોડરજ્જુ છે અને બંને વચ્ચે હાડકું આવી જતાં ત્યાંથી કરોડરજ્જુ દબાતી હતી.
તપાસ કરતાં કરતાં તેઓ ગિરિરાજ હોસ્પિટલના ડો.ભાવિન ફળદુ ની સલાહ થી ગિરિરાજ હોસ્પિટલના જ ન્યુરો સ્પાઈન સર્જન ડો.જીગર સિંહ જાડેજા પાસે આવ્યાં. ડો. જાડેજા એ તપાસ કરી ઓપરેશન ની સલાહ આપી જેમાં ઓપરેશન દરમ્યાન પગ ખોટાં પડવાની પૂરેપૂરી સંભાવના હતી છતાં પણ દર્દી નાં સગાં એ તૈયારી બતાવતાં દૂરબીનની મદદથી ન્યુરો મોનીટરીંગ સાથે 4 કલાક ચાલેલ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું. જેમાં દર્દીને બીજાં દિવસે જ કોઈ પણ જાતના સપોર્ટ વગર ચલાવવામાં આવ્યાં. દસ દિવસ પછી જાણે કે ચમત્કાર થયો હોય એમ છેલ્લા બે વર્ષથી પેશાબ ની જે તકલીફ હતી સદંતર દૂર થઈ ગઈ અને છેલ્લા છ મહિનાથી પેશાબ ની જે નળી સાથે લઈ ને ફરવું પડતું હતું તે પણ દૂર કરવામાં આવી.