રાજકોટ તેમજ સૌરાષ્ટ્રને એઈમ્સ મળતા વડાપ્રધાન નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકાર રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તેમજ આરોગ્ય મંત્રી નિતીનભાઈ પટેલનો ડો.જૈમન ઉપાધ્યાયએ આભાર વ્યકત કર્યો છે.
સૌરાષ્ટ્ર રાજકોટને એઈમ્સ મળતા સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનના લોકોને પણ આનો ફાયદો મળવાનો છે. સૌરાષ્ટ્રના વિકાસના નવા દ્વાર ખુલી રહ્યાં છે. સૌરાષ્ટ્ર ગુજરાતના દર્દીઓને સુપર સ્પેશ્યાલીસ્ટના અભિપ્રાય તથા સેવા માટે મુંબઈ સુધી ધકકો ખાવો પડતો જેને કારણે સમય અને પૈસાનો વ્યય પણ ખૂબ થતો.
દર્દીની નાજુક પરિસ્થિતિમાં કયારેક ધાર્યા પરિણામ પણ ન મળતા તેની બદલે હવે રાજકોટમાં એઈમ્સ આવતા જટીલ સર્જરીઓ અને જટીલ દર્દોના નિદાન તથા સારવાર રાજકોટમાં ઉપલબ્ધ થતાં સૌરાષ્ટ્રની જનતાનું આરોગ્ય પણ સુધરશે.