- એમ.ડી.એસ. ગોલ્ડ મેડાલીસ્ટ
- પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી – સાંસદ રૂપાલા, ધારાસભ્યો સહીતના મહાનુભાવો રહ્યા ઉ5સ્થિત
- સૌરાષ્ટ્રના પાટનગર અને મેડીકલ હબ રાજકોટમાં આધુનિક સુવિધા સમા ડેન્ટલ કલીનીક ના શુભારંભ દ્વારા ગોલ્ડમેડાલીસ્ટ એમ.ડી.એસ અને ઇમ્પલાનોલોજી નિષ્ણાંત ડો. કરણ ભરવાડાની સેવા લાભ મળશે.
- અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ડેન્ટલ કલીનીક “સ્માઇલ સ્ટુડીયો” નું રાણી બંગલોઝ મેઈન રોડ, હંસા પ્રોવિઝન સ્ટોરની પાસે , સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઈન રોડ,ટેલીફોન એક્સચેન્જ સામેની શેરી, રાજકોટ ખાતે,ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટનનની સફળતા સાથે મંગલમય શુભારંભ થયો હતો.
આ અવસર ભરવાડા પરિવારનાં સ્નેહસભર ભાવભર્યા આમંત્રણને માન આપી રાજકોટનાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, રાજકોટનાં પનોતા પુત્ર- જીવદયા રત્ન – રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,રાજકોટ- 69 નાં ધારાસભ્ય બેન ડો. દર્શિતાબેન શાહ,જૈન અગ્રણી – શહેર ભાજપ કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, ભાજપ અગ્રણી મનીષભાઈ ભટ્ટ, વિમલભાઈ ધામી, ઉદારદિલા નિતીનભાઈ કામદાર, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી જીતુભાઈ કોઠારી, મેહુલભા દામાણી, મૂર્તિ પૂજક સંઘનાં અગ્રણીઓ જીતુભાઈ દેસાઈ, પંકજભાઈ કોઠારી, અશ્વિનભાઈ કોઠારી,જૈન સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળા, જૈન ક્રાંતીના સમીરભાઈ પારેખ, સત્કાર્ય સેવા સમિતિના સંયોજક રાકેશભાઈ ડેલીવાળા, નિતીનભાઈ મહેતા, રાજુભાઈ શેઠ, જાણીતા બિલ્ડર સુજીતભાઈ ઉદાણી, શિક્ષણવિદ્ અમીષભાઈ દેસાઈ, હેમલભાઈ મહેતા, રાજુભાઈ સંઘવી , અતુલભાઈ મહેતા, સહિત સગાં- સ્નેહીઓ તથા અનેકવિધ ધાર્મિક – સામજિક સંસ્થાઓનાં આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં મિત્રો વર્તુંળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સિધ્ધિના શિખરો સર કરી દાદા -દાદી તથાં માતા-પિતાના જોયેલા સપના સાકાર કરે અને ડોક્ટરી આલમમાં પ્રગતિના પંથે સર્વોચ્ચ પદને પ્રાપ્ત કરી દેશ-પરિવાર અને જૈન સમાજનું ગૌરવ વધારે એવી લાગણીસભર શુભેચ્છાઓ પાઠવી હતા.
ભરવાડા પરિવારનાં મોભી સ્વ. જયંતભાઈ (દાદા) તથા દાદી પોતાના વ્હાલના દરિયા સમાન અતિ પ્રિય એવાં પૌત્ર ડો.કરન ઉપર અંતરિક્ષમાંથી અપાર કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે તેમજ પ્રેમાળ પિતા ધિરેનભાઈ અને તપસ્વી રત્ના, મમતાળુ માતા અ.સૌ.મિતાબેનના પણ સુપુત્ર ચિ.ડો.કરન ને આશીર્વાદની અમીધારા વહી રહી છે. એવું જ એક અદ્ભુત વ્યકિતત્વ એટલે બેન “ખુશ્બુ”કે જેણે ભાઈ બહેનના પ્રેમને ખરાં અર્થમાં સાર્થક કરી બતાવ્યો છે બેન ખુશ્બુએ સતત ડો.કરન ની કારકિર્દી માટે મોટીવેશન પૂરૂં પાડી તેની મંજીલ સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો છે, ડો.કરન નાં જીજાજી એટલે ખિ.છજ્ઞવફક્ષ એમણે પણ ડો.કરન ના પ્રોગેસ માટે ઋીહહ જીાાજ્ઞિિં કરી પારિવારિક જવાબદારી નિભાવી છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે ડો.કરણ ની યશ કલગીમાં એક પીંછુ ઉમેરનાર યશસ્વી હેમલ તંબોલી- આર્કિટેક કે જેમણે અત્યાધુનિક ટેકનોલોજીની સજ્જ જે નયન રમ્ય કલીનીક માટે જહેમત તથાં મહેનત ઉઠાવી સુપર નું નિર્માણ કર્યું તે અતિ પ્રશંસનીય છે.
આાજ્ઞશક્ષળિંયક્ષિ:ં- નં. 99788 44755. સંપર્ક કરી શકશે.