બહોળી સંખ્યામાં કાન-નાક-ગળા, દાંતના દર્દીઓએ લાભ લીધો

શહેરનાં વિજયનગર પ્લોટ ખાતે આવેલ ડો. ઠકકર હોસ્પિટલમાં ડો. હિમાંશુ ઠકકર ઈએમટી સ્પેશ્યાલીસ્ટ, અને ડો. કૃપા ઠકકર દાંત તથા પેઢાના નિષ્ણાંત છે. તેમની ડો . ઠકકર હોસ્પિટલ ૧૨ વર્ષ પૂર્ણ કરી ૧૩માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

તે નિમિતે તેમજ ડોકટર્સ ડે નિમિતે રાહત ભાવે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને નજીવા દરે સારવાર કરવામાં આવેલ છે.

આ નાક, કાન, ગળા દાંત જેવા રોગોની બિમારીથી પીડાતા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી આ કેમ્પ દર વર્ષે ૧ જુલાઈના રોજ યોજવામાં આવે છે અને જ‚રીયાતમંદ દર્દીઓની રાહત ભાવે સારવાર કરવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજીત રાહત દરે કેમ્પનો અનેક દર્દીઓએ લાભ લીધો: ડો. હિમાંશુ ઠકકર

Dr.Himanshu Thakkar
Dr.Himanshu Thakkar

ઠકકર હોસ્પિટલના ઈએનટી સ્પેશ્યાલીસ્ટ હિમાશું ઠકકર એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટ ખાતે તેમની ઠકકર હોસ્પિટલે ૧૨ વર્ષ પૂર્ણ કરી ૧૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે સાથે જ ડોકડર્સડે નિમિતે રાહત ભાવેક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ સાથે જ તમામ દર્દીઓનો પણ આભાર વ્યકત કર્યો હતો. કે તેમના સહયોગથી જ શીખર સર કર્યું છે. અને દરેક ડોકટર ઈચ્છતાક હોય જ છે કે મારો દર્દી સ્વસ્થ થઈ ને હોસ્પિટલમાંથી જાય. ૧ જુલાઈ ડોકડર્સ ડે ડો.બી.સી.રોયે આપેલી સમાજ માટેની સેવામાં જીવન સમર્પિત કરેલ છે. તેને શ્રધ્ધાંજલી તથા સન્માનીત કરવા માટે તેમની પૂણ્યતિથિના રોજ ઉજવવામાં આવે છે ૧ જુલાઈના દર વર્ષની જેમજ આ વર્ષે પણ ડો. ઠકકર હોસ્પિટલમાં નિદાન કેમ્પ યોજવામા આવ્યો છે. તેમા અનેક દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ છે.

કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી આશા વ્યકત કરીએ છીએ: ડો. કૃપા ઠકકર

Dr.Krupa Thakkar
Dr.Krupa Thakkar

ડો.કૃપા ઠકકરએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ દાંત તથા પેઢાના નિષ્ણાંત છે. અને તેમની ડો. ઠકકર હોસ્પિટલને ૧૨ વર્ષ પૂર્ણ કરી ૧૩માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તે નિમિતે તથા ડોકડર્સ ડે નિમિતે દર વર્ષની જેમ આ વર્ષ પણ રાહત ભાવે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જ‚રૂરીયાત મંદ દર્દીઓને રાહત ભાવે સેવા આપવામાં આવશે અને બને તેટલા દર્દીઓ આ કેમ્પમાં જોડાય તેવી આશા વ્યકત કરીએ છીએ.

દાંત-કાનની સારવારથી સંતુષ્ટ થતા દર્દી સુરેશભાઈ મહેતા

Sureshbhai Maheta
Sureshbhai Maheta

સુરેશભાઈ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ બ્રહ્મસમાજના અગ્રણી છે અને તેઓ આ કેમ્પની જાહેરાત જોઈને લાભ લેવા આવ્યા છે. તેમને દાતંની તકલીફ છે અને કાનની પણ તકલીફ છે. તેથી તેઓ ડો. ઠકકર હોસ્પિટલની આ કેમ્પમાં નિદાન કરાવવા આવ્યા હતા હોસ્પિટલમાં આવ્યા બાદ તેમને સ્ટાફ તથા ડોકટરની સારવારથી ખુબજ સંતુષ્ટ છે.

શરદીની તકલીફથી પીડાતા દર્દી નીતાબેનનું કેમ્પમાં નિદાન

Neeta ben
Neeta ben

નીતાબેન પરમારએ અબતક સાથેની ખાસ વાત ચીજમાં જણાવ્યું હતુ કે તેમને પોતાને ૪ વર્ષથી શરદીની તકલીપ છે. તેથી તેઓ ડો. ઠકકર હોસ્પિટલમાં કેમ્પનો લાભ લઈને નિદાન કરાવવા માટે આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.