મહિલા મંડળના બહેનોએ આદિનાથ ભગવાન વિષય ઉપરની કુલ 31 નાટીકા રજૂ કરી
ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણ પિરવારના પૂ. ગાદીપતીજીના શિષ્યરત્ન ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા. એવમ નિડરવક્તા પૂ.શ્રી જગદીશમુનિ મ઼સા.ના શિષ્યરત્ન સદગુરુદેવ પૂ. પારસમુનિ મ઼સા., રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મ઼સા. ના સુશિષ્ય વિનય સંપન્ન પૂ.શ્રી વિનમ્રમુનિ મ઼સા. એવમ દીર્ધ તપસ્વીની પૂ. વનિતાબાઈ મ઼ આદી ઠાણા-31ના મંગલ સાનિધ્યમાં રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ – સી.એમ઼પૌષધશાળા – ઓમાનવાળા ઉપાશ્રયના આંગણે પૂ. મુક્તલીલમ રાજુલ ગુરુણીના સુશિષ્યા પૂ. રૂપાબાઈ મ઼ના લઘુભગિનિ નિર્મલ પ્રજ્ઞાવંત ડો. પૂ. પન્નાબાઈ મહાસતીજી ના વર્ષિતપના પારણા કરવામાં આવેલ હતા. આ પ્રસંગે ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા.એ મંગલાચરણ કરેલ હતા.
સદગુરુદેવ પૂ. પારસમુનિ મ઼સા.એ આલોચણા તથા કશળ પ્રત્યાખ્યાન કરાવેલ હતા. જ્ઞાનાભ્યાસી પૂ. વિનમ્રમુનિ મ઼સા.એ શુભેચ્છા પાઠવેલ હતી. સાધ્વીરત્ના પૂ. અજીતાબાઈ મ઼, સાધ્વીરત્ના ડો. પૂ. અમિતાબાઈ મ઼, આયંબિલ તપઆરાધિકા પૂ. કિરણબાઈ મ઼, તપસ્વીની પૂ. વનિતાબાઈ મ઼, મધુરવ્યાખ્યાની પૂ. રૂપાબાઈ મ઼ એવમ તપસ્વીની ડો. પૂ. પન્નાબાઈ મ઼એ પ્રાસંગિક પ્રવચન ફરમાવેલ હતુ. બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ આ પારણા તપ અનુમોદના મહોત્સવમાં પધારી લાભ લીધેલ હતો. આ પ્રસંગે રાજકોટ તેમજ બહારગામના સંઘોના આગેવાનો તથા પ્રમુખો ઉપસ્થિત રહેલા હતા. ડો. પૂ. પન્નાબાઈ મ઼ ના પારણા મહોત્સવ ઉપલક્ષ્ો અપૂર્વશ્રુત આરાધિકા પૂ. લીલમબાઈ મ઼ની પુણ્યતિથી ઉપલક્ષ્ો દર મહિનાની વદ તેરસ પુચ્છિસ્સુણંના જાપ આખુ વર્ષ રાખવામાં આવશે જેના અનુમોદક શ્રી ભાવનાબેન પંકજભાઈ બાખડા છે.
પૂ. પન્નાબાઈ મ઼ ના પારણા મહોત્સવ ઉપલક્ષ્ો સાધર્મિકોના ટીફીન યોજનામાં 108 ટીફીન પૂ. મહાસતીજીના ગુરુભક્તો તરફથી લાભ લેવામાં આવેલ હતો. પારણોત્સવ ઉપલક્ષ્ો પ્રભાવનાના લાભાર્થી માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ હ. સુપુત્રો, માતુશ્રી સુશીલાબેન કાંતીભાઈ વોરા હ. હરેશભાઈ અને મુકેશભાઈ, માતુશ્રી મંજુલ ચંદ્રપ્રભા પિરવાર હતા તેમજ બહારગામથી પધારેલ મહેમાનો માટે રાખેલ ભોજન વ્યવસ્થાના લાભાર્થી ગુરુણી ભક્ત હતા. આ પારણા મહોત્સવમાં શ્રી અનિલભાઈ પીપળીયાનું બહુમાન કેતનભાઈ શેઠ અને કિરીટભાઈ શેઠ દ્વારા તેમજ શ્રી હેમલભાઈ મહેતાનું બહુમાન દામાણી સાહેબ અને અશોકભાઈ મોદી દ્વારા તથા શ્રી ભાવેશભાઈ શેઠ નું બહુમાન જીતુભાઈ દેસાઈ અને ડોલરભાઈ કોઠારી દ્વારા કરવામાં આવેલ હતુ.
મધુરવ્યાખ્યાની પૂ. રૂપાબાઈ સ્વામી – ડો. પૂ. પન્નાબાઈ સ્વામી શાસન ને બે-બે રત્નો આપનાર ના સંસારીભાઈ વિરેન્દ્રભાઈ કોઠારી બેંગ્લોરથી પધાર્યા હતા તેમનું સન્માન ચંદ્રકાંતભાઈ શેઠએ કરેલ હતુ. રાજકોટના મહિલા મંડળોના બહેનોએ આદિનાથ ભગવાન વિષય ઉપરની કુલ 31 નાટિકા રજુ કરેલ હતી. રોયલપાર્ક મહિલા મંડળના બહેનો માટે રોજ રાત્રે સાંજીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. સંઘપ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ રોયલપાર્ક સેવા સમિતિ, શેઠ ઉપાશ્રય સેવા સમિતિ, રાજકોટ બૃહદના મંડળો, વિણાબેન શેઠ અને યોગનાબેન મહેતા વિ. એ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ હતી.
ભગવાન આદીનાથની નાટિકામાં પ્રથમ નંબર અજરામર મહિલા મંડળનો આવેલ હતો. સંઘપ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠએ સંપ્રદાયવતી દરેકનું સ્વાગત કરીને પારણા મહોત્સવની રૂપરેખા આપેલ હતી. રાજકોટના સંઘોવતી શ્રી હરેશભાઈ વોરાએ શુભેચ્છા આપી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી વિણાબેન શેઠએ કરેલ અને પ્રતિક્ષાબેન શેઠએ તેમને સહયોગ આપેલ હતો. નાટિકા બાદ સાંજે રોજ અલ્પાહાર રાખવામાં આવેલ.