ભારતમાં સૌથી વધારે શિક્ષણ પ્રાપ્ત કરનાર, સૌથી વધારે પુસ્તકોનું વાંચન કરનાર, તેમજ પુસ્તકોનું લેખન કરનાર, સૌથી વધારે ટાઈપિંગ કરનાર, તેમજ ટાઈપીંગમાં સૌથી વધારે સ્પીડ ધરાવનાર, બંને હાથે લખનાર, ૧૮ થી ૨૦ કલાક અભ્યાસ કરનાર, રાજકીય અને સામાજિક સ્વાધિનતા માટે આંદોલન કરનાર, પછાત, શોષિત, પીડિત, ગરીબો અને દલિતો માનવીય અધિકારો અપાવનાર,પ્રથમ એક એવા રાજનેતા તજેઓએ સમગ્ર ભારતીય મહિલાઓના અને અધિકાર માટે સાંસદ માંરાજીનામુ આપનાર, જાતિવાદને નાશ કરવા માટે સૌપ્રથમ આંતરજ્ઞાતિય લગ્ન કરનાર, સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક સમર્થ અને સમરસ સમાજના પક્ષીરઘ, સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે ચાર સંતાનોની કુરબાની આપનાર મહાપુરુષ, બે લાખથી વધારે પુસ્તકોનું વાંચન કરી જીવનમાં ઉતારનાર,ભારતીય બંધારણના શિલ્પકાર, બધી જ ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર એકમાત્ર ભારતીય, પુના કરાર કરી મહાત્મા ગાંધીને જીવનદાન આપનાર, મુકનાયક, બહિષ્કૃત ભારત, જનતા સમતા, જેવા અનેક સમાચાર પત્રો અને પત્રિકબહાર પાડનાર, હોશિયાર અને કાબીલ એડવોકેટ, શ્રેષ્ઠ શિક્ષક અધ્યાપક અને પ્રિન્સિપાલ તેમજ શ્રેષ્ઠ આયોજકતેમજ કાબીલ નેતા, યોગને જીવનમાં ઉતારનાર, સત્યનિષ્ઠ પ્રામાણિક તેમજ સરળ વ્યક્તિત્વ ધરાવનાર, સરદાર વલ્લભભાઈ પટેલને ઓબીસીનો મતલબ સમજાવનાર, સ્કૂલની બહાર બેસી અપમાનો સહન કરી શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરનાર, ડો ભીમ રાવ આંબેડકર અનેક વૈશ્વિક રેકોર્ડ બનાવનાર મહામાનવ છે.
ડો ભીમ રાવ આંબેડકર સંક્ષિપ્ત પરિચય તેમજ ઐતિહાસિક તથ્યો
ડો ભીમ રાવ આંબેડકર જન્મ
ડો ભીમ રાવ આંબેડકર નો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુ છાવણી માં થયો હતો તેમના દાદાજી માંલોજી સકપાલ મહાર જાતિના પ્રતિષ્ઠાત વ્યક્તિ હતા. તેમના પિતાનું નામ રામજી સક્પાલ અને માતાનું નામ ભીમાભાઇ હતું.
ડો ભીમ રાવ આંબેડકર વિવિધ ભાષાઓના જાણકાર
બાબાસાહેબ આંબેડકર નવ ભાષાના જાણકાર હતા. માતૃભાષા મરાઠી, હિન્દી, અંગ્રજી, સંસ્કૃત, ગુજરાતી, પારસી, જર્મન, ફ્રેન્ચ તેમજ પાલી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા. તેમને પાલી ભાષા નો વ્યાકરણ શબ્દકોશ તૈયાર કરેલ જે મહારાષ્ટ્ર સરકારે DR.BABASAHEB AMBEDKAR WRITING AND SPEECHE VOL 5 થી પ્રકાશિત કરેલ છે.
ડો બાબાસાહેબ બનાવેલા વિધેયકો / બીલ
મહાર વેતન બીલ, હિન્દુ કોડ બીલ, ખોતી બીલ, જનપ્રતિનિધિ બીલ, મંત્રીઓના વેંતન અંગેનું બિલ, મજુરોના વેતન અંગેનું બિલ, રોજગારી વિનિમય સેવા બીલ, પેન્શન બિલ, ભવિષ્ય નિર્વાહ નિધિ પી એફ બીલ વગેરે
ડો બાબાસાહેબ કરેલા આંદોલન
મહાડ આંદોલન ૧૦૨૭, મોહાલી આંદોલન ૧૯૩૯, અંબા દેવી મંદિર પ્રવેશ આંદોલન ૧૯૨૭, કાલારામ મંદિર આંદોલન ૧૯૩૦, પુણે કોન્સિલ આંદોલન ૧૯૪૬, નાગપુર આંદોલન૧૯૪૬, લખનો આંદોલન ૧૯૪૭ મુખેડા આંદોલન ૧૯૩૧ વગેરે
ડો બાબાસાહેબ સ્થાપેલી સંસ્થાઓ
બહિષ્કૃત હિતકારિણી સભા ૧૯૨૪, સમતા સૈનિક દળ ૧૯૨૭, સ્વતંત્ર મજુર પાર્ટી ૧૯૩૬, શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન ૧૯૪૨, રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા, ભારતીય બોદ્ધ મહાસભા ૧૯૫૫, ડિપ્રેસ ક્લાસ એજ્યુકેશન સોસાયટી ૧૯૨૮, પીપલ્સ એજ્યુકેશન સોસાયટી ૧૯૪૫, સિર્દ્ધા કોલેજ ૧૯૪૬ વગેરે
ડો બાબાસાહેબ શરૂ કરેલા સમાચાર પત્રો અને પત્રિકા
મુકનાયક ૧૯૨૦, બહિષ્કૃત ભારત ૧૯૨૭, સમતા ૧૯૨૮, જનતા ૧૯૩૦, પ્રબુદ્ધ ભારત ૧૯૫૬
ડો બાબાસાહેબ આપેલા વિશેષ વ્યાખ્યાન
ડો બાબાસાહેબ પોતાના જીવનકાળ દરમ્યાન જુદા-જુદા વિષયો ઉપર લગભગ ૫૨૭ પણ વધારે વ્યાખ્યાનો આપ્યાં છે જેમાંના ઘણા વ્યાખ્યાનો હાલ ગુગલ ઉપર ઉપલબ્ધ છે જે યુવા પેઢીને મોટીવેશન માટે ખૂબ જ ઉપયોગી છે.